Rajkotતા.13
શાપરમાં કારખાનામાં કામ કરતા શ્રમિક યુવકે ત્રણેક દિવસ પહેલા ઉંદર મારવાની દવા પી લેતા સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ યુપીનો અને શાપર વેરાવળમાં એચ.એમ.કે. કારખાનામાં કામ કરતો પ્રમોદ કામદાર પ્રસાદ વર્મા (ઉ.વ.22) નામના યુવકે ગત તા. 10 ના શાપરમાં આવેલ ઓમ સ્ટીલની સામે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગત રાત્રિના દમ તોડી દેતા ગમગીની છવાઇ ગઇ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકનાં આપઘાતનું કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.