Rajkot તા.10
મૂળ રાજસ્થાનનો વતની અહીં ફોર્ચ્યુન હોટેલ પાસે આવેલ ક્વાર્ટરમાં રહેતા 21 વર્ષિય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અહીં ટી- પોસ્ટમાં કામ કરતો હતો.બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ.
પ્રાપ્ત વિગત મુજબ 150 ફૂટ રિંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ પાસે આવેલી ટી-પોસ્ટમાં કામ કરતા અને ત્યાં જ પાછળ આવેલા ક્વાર્ટરમાં રહેતો ભુપેન્દ્રસિંગ છોગનસિંગ આત્મજ (ઉ.વ.21)નામના યુવકે ગઈ કાલ રાત્રીના સમયે ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. મોડે સુધી કામ પર ન આવતા સાથી કર્મીઓ ક્વાર્ટરમાં બોલાવવા જતા યુવક લટકતો હતો.
બાદ અન્ય કર્મચારીઓ સહિતના દોડી ગયા હતા અને 108ને જાણ કરતા 108 ની ટીમ દોડી ગઈ હતી. અને યુવકને જોઈ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલએ ખસેડ્યો હતો. યુવક મૂળ રાજસ્થાનનો વતની હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.