Rajkot, તા.19
ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડ્યુલમાં આગામી તા.26થી હૈદ્રાબાદની ફ્લાઇટના આવાગમનમાં મોટો ફેરફાર થનાર છે. હાલના દિવસોમાં સપ્તાહમાં ચાર દિવસ ઉડતી હૈદ્રાબાદની ફ્લાઇટ આગામી તા.26થી ડેઇલી ઉડાન ભરશે.
ઇન્ટરનેશનલ એરપોર્ટના વિન્ટર શેડ્યુઅલમાં હાલ ઇન્ડિગો એર લાઇન્સ કંપનીની રાજકોટ હૈદ્રાબાદ સપ્તાહમાં સોમ, બુધ, શુક્ર, શનિવારે ઉડ્ડયન શરુ છે. આગામી તા.26થી આ ફલાઇટ ડેઇલી ઉડાન ભરશે સાથે સમયમાં પણ ફેરફાર નોંધાયો છે.
તા.26થી ફલાઇટ બુધવારના દિવસ સિવાય સવારે 9-55 કલાકે લેન્ડ થઇ 10-25 કલાકે હૈદ્રાબાદ જવા ટેકઓફ થશે જ્યારે બુધવારે સાંજે 6 કલાકે લેન્ડ થઇ 6-45 કલાકે ટેકઓફ થશે.
મુંબઇ-દિલ્હી, બેંગ્લોર સાથે હૈદ્રાબાદની ફલાઇટમાં મુસાફરોનો ટ્રાફિક મળતા હૈદ્રાબાદની ફ્લાઇટ તા.26થી ડેઇલી શરુ કરવા એર લાઇન્સ કંપનીએ નિર્ણય લીધો છે મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે.