Rajkot,તા.12
મકાન ખરીદ કર્યું હોય જે પાડોશીને સારુ નહીં લાગતા તેનો ખાર રાખી શખ્સોએ લોખંડના પાઇપ વડે મારમાર્યો
શહેરના આરટીઓ કચેરી પાછળ આવેલા શ્રીરામ સોસાયટી નજીવી બાબતે મહિલા પર હુમલો કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા સબીર અલી મલેકની જામીન અરજી અદાલત દ્વારા રદ કરવામાં આવી છે. વધુ વિગત મુજબ શહેરના આરટીઓ કચેરી પાછળ શ્રીરામ સોસાયટી શેરી નંબર 11 માં રહેતા મમતાબેન રાજુભાઈ પરમાર નામની મહિલા એ મકાન ખરીદ કર્યું હોય જે બાબતનું મન દુઃખ રાખી પાડોશીને સારુ નહીં લાગતા તેના સાથીદાર સબીર અલી મલેક સહિત શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.એ ગુનાના કામે પોલીસે સબીર અલી મલિક ની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યા હતા. શબીર અલી મલેકએ કરેલી જામીન
અરજીનો મુળ ફરીયાદીના એડવોકેટ કિશન માંડલીયા તથા સરકારી એ.પી.પી. મારફત વિરોધ કરી ધારદાર દલીલ કરેલ કે નામ જોગ એફ.આઈ.આર. તથા આરોપીનો સ્પષ્ટ રોલ છે, આરોપી શબીર અલી મલેક વિરૂધ્ધ પ્રાયમાફેસી કેસ છે અને યોજના બધ્ધ ગુન્હો આચરેલ છે, સોસાયટી વિરૂધ્ધનો ગુન્હો છે, ભવીષ્યમાં ફરીયાદિ તથા સાહદો સાથે હેમપર-ટેમપર થવાની સંભાવના તથા આરોપીનું ગુન્હાહીત માનસ લક્ષે લેતા પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવા રેકર્ડ પર હોય, જેથી રેગ્યુલર જામીન અરજી રદ કરવા અરજ ગુજારેલ.
બંને પક્ષોની રજુઆતો તથા મુળ ફરીયાદીના લેખિત વાંધાઓ, ત.ક. અધિકારીનું સોગંદનામુ, તથા પોલીસ પેપર્સ લક્ષે લઇ અદાલતે શબીર અલી મલેકના રેગ્યુલર જામીન રદ કરતો હુકમ કરવામાં આવેલો છે. મુળ ફરીયાદી મમતાબેન રાજુભાઈ પરમાર (કોળી) વતી યુવા એડવોકેટ કિશન માંડલીયા, પ્રદિપ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, પ્રજ્ઞનેશ ચૌહાણ, રમીઝ સાંકરીયાણી તથા સરકાર તરફે એ.પી.પી. પ્રશાંતભાઈ પટેલ રોકાયેલ હતા.