કંટ્રોલરૂમ, ફરિયાદ નોંધણી, ઇમરજન્સી કોરીડોર અને ગ્રાઉન્ડમાં દબાણ ન થાય તે માટેની ફરજ બજાવશે
Rajkot તા. ૨૯
રાજકોટ કલેકટર તંત્ર અને લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આયોજિત કરાયેલ વિરાસતથી વિકાસ-૨૦૨૬ લોકમેળો સુચારૂરૂપથી યોજાય અને મેળાને મહાલવા આવતા લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે માઇક્રો પ્લાનીંગ સાથે તખ્તો તૈયારી કરી દેવામાં આવેલ છે.
આ માટે કલેકટર તંત્ર ૧૭૩ અધિકારીઓ-કર્મચારીઓના ઓર્ડરો ઇશ્યુ કરી દેવામાં આવેલ છે. તેની સાથોસાથ કંટ્રોલ રૂમોના ફોન નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં સેન્ટ્રલ કંટ્રોલ રૂમનાનો ફોન નં. ૦૨૮૧-૨૯૯૦૪૯૫ પોલીસ કંટ્રોલ (ફનવર્લ્ડ ગેઇટ પાસે)નો ફોન નં. ૦૨૮૧-૨૯૯૦૪૩૭, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન (હેડકવાર્ટર ગેઇટ પાસે)નો ફોન નં. ૦૨૮૧-૨૯૯૦૪૬૨ અને પીજીવીસીએલના કંટ્રોલ રૂમનો ફોન નં. ૦૨૮૧-૨૯૯૪૯૩ જાહેર કરી દેવામાં આવેલ છે.
લોકમેળામાં મામલતદાર, નાયબ મામલતદાર મહેસુલી તલાટી, સર્વેયર તાલુકા વિકાસ અધિકારી, વેરા નિરીક્ષક ઇજનેર જુનીયર નગર નિયોજક અધિક મદદનીશ ઇજનેર, વિસ્તરણ અધિકારી કાર્યાલય અધિક્ષક હેડ કલાર્ક, પટ્ટાવાળા સહિતના કર્મચારીઓ અને અધિકારીઓને ખાસ ફરજ સોંપી દેવામાં આવી છે.
લોકમેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ, ભાવનું નિયંત્રણ તેમજ ફાઇ વ્યવસ્થાપન અંગેની ફરિયાદોના નિકાલ માટે આ વખતે વિશેષ આયોજન કરવામાં આવેલ છે.
જેમાં કલેકટર કચેરી હસ્તકના લોકમેળા સમિતિના સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં તૈનાત કરાયેલા કર્મચારીઓને અન્ય વિભાગોના કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવી, નાગરિકો તરફથી આવતી ફરિયાદોની નોંધણી રજિસ્ટ્રર નિભાવવું, ઇમરજન્સી કોરીડોર રૂટ-૧, ૨, ૩ અને ૪ પર દબાણ ન થાય તેમજ આ તમામ રૂટ ખુલ્લા રહે તેમજ મેળાના ગ્રાઉન્ડમાં કોઇ પણ જાતનું દબાણ ન થાય તે સહિતની કામગીરી કરવા માટે ફરમાન કરી દેવામાં આવેલ છે.
આ ઉપરાંત લોકમેળામાં સિકયુરીટી એજન્સીના નિયુકત ગાર્ડને લોકમેળાના ચાર ઝોનમાં નિયુકત થયેલ સ્થળે જ ફરજ બજાવવા તાકીદ કરાયેલ છે. સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ઉપર એક ટીમ (ત્રણ કે ચાર ગાર્ડ સિવાય) તમામ સિકયુરીટી ગાર્ડ તેમની ફરજના સ્થળે હાજર રહે તેની તકેદારી ફરજ પરના અધિકારી તેમજ નાયબ મામલતદારએ રાખવાની રહેશે રાત્રી દરમિયાન નિયુકત થયેલ કંટ્રોલ રૂમ પરના કર્મચારીએ રાત્રી ફરજ પરના સિકયુરીટી સ્ટાફની કામગીરીનું પણ મોનીટરીંગ કરવા પણ તાકીદ કરી દેવામાં આવી છે.
કંટ્રોલ રૂમના ટેલીફોન નંબર જાહેરઃ
સેન્ટ્રલ કંટ્રોલ રૂમ ૦૨૮૧-૨૯૯૦૪૯૫,પોલીસ કંટ્રોલ (ફનવર્લ્ડ ગેઇટ પાસે) ૦૨૮૧-૨૯૯૦૪૩૫,રાજકોટ મ્યુ.કોર્પો.(હેડ કવાર્ટર ગેઇટ પાસે) ૦૨૮૧-૨૯૯૦૪૬૫, પીજીવીસીએલ (ઇલેકટ્રીક) ૦૨૮૧-૨૯૯૦૪૯૩

