Rajkot,તા.18
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ અને નવા ભાજપ પ્રમુખ આવ્યા બાદ હવે ફોલોઅપ ટાસ્કની રાહ જોવાય છે. જો કે હાલમાંજ વડાપ્રધાનની ગુજરાત મુલાકાત તથા સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી સહિતના કાર્યક્રમોમાં પુરી સરકાર વ્યસ્ત રહી છે.
નવા મુખ્ય સચિવ આવ્યા બાદ ટોચના કક્ષાએ બુરોકેટીક ફેરબદલમાં પણ મુખ્ય સચિવ પી.કે.દાસ તેમના કાર્યકાળમાં શ્રેષ્ઠ કામગીરી દર્શાવવા માટે પર્ફોમન્સ આધારિત જ જવાબદારી ફાળવાશે અને તે પછી પણ મોનેટરીંગ થશે તે સંદેશ આપી જેઓ મોટા પદ પર આવવા આતુર છે તેઓને સાવધ કરી દીધા છે.
ખાસ કરીને ગુજરાતે હવે તેના ડેવલપમેન્ટ મોડેલને અપગ્રેડ કરવાનું છે તે સમયે રાજયમાં `સર’ની કામગીરી ચાલુ છે તેથી અનેક અધિકારીઓના પ્રમોશન વિ. પણ તેની સાથે સંકળાયેલા છે અને તેના કારણે રાજયની સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ અંગે પણ સસ્પેન્સ છે.
હમણા નહી તો એપ્રિલ-મે બાદ છેક ચોમાસુ સુધી ખેચાય જાય તે પણ નવાઈ નથી અને હવે ચિંતન શિબિર પણ આ માસના અંતમાં આવી રહી છે. આમ બાબુઓ માટે વર્ક વીથ વેઈટીંગ જેવો સમયગાળો છે. હમણા તમારી જે કામગીરી કરો નવું ટાસ્ક સોપાય તે પછી નવા કામ વિષે વિચારજો તેવો સંદેશ વહીવટીક્ષેત્રને મોકલાયો છે.રાજયના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધીમે ધીમે તેમની નવી જવાબદારી સંભાળી રહ્યા છે. તેઓને નવા ગૃહસચીવ, નવા પોલીસ વડા વિ.ની પસંદગી કરવાની છે.
સ્વર્ણિમ સંકુલ-1માં તેઓની ઓફીસ પણ મોટી થઈ રહી છે અને તેમના ગાંધીનગર નિવાસ જે છે તેની પાસેનો બંગલો પણ તેમને ફાળવી દેવા જણાવાયુ છે.
તેની બાદમાં સીએમની માફક જ નાયબ મુખ્યમંત્રીના નિવાસે પણ સતાવાર રીતે ઓફીસ જેવી વ્યવસ્થા હતી એટલું જ નહી અહી આવનારને તેમના બંગલામાં તેમના મતવિસ્તાર જ નહી પણ રાજયભરમાંથી મુલાકાતીઓ આવશે તેથી તેઓને ફકત ચા નહી તેઓને હળવું ભોજન-નાસ્તો પીરસાય તે જોવા તમો એક પબ્લીક કેન્ટીન બનાવવા માંગે છે. આમ હર્ષ સંઘવી મુલાકાતીઓ તેમની સમસ્યા ઉકેલાય તેના અને સારી મહેમાનગતી પણ થઈ તે સંતોષ આપવા માંગે છે.

