Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 સપ્ટેમ્બરનું પંચાંગ
    • 08 સપ્ટેમ્બરનું રાશિફળ
    • Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો
    • Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે
    • Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા
    • Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન
    • Ahmedabad: પરિણીતાને દીકરીને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મનો આરોપ, પાડોશી સામે ફરિયાદ
    • Ahmedabad: થલતેજમાં માતાની નજર સામે ૧૨ વર્ષની બાળકીનું મોતઃ એક્ટિવાને ડમ્પરે અડફેટે લીધી, ચાલકની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 7
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને
    રાજકોટ

    Rajkot લોધીકા સંઘમાં ભાજપ વિરૂધ્ધ ભાજપઃ ૫ બેઠકો માટે આજે ચૂંટણી, જયેશ રાદડિયા-પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને

    Vikram RavalBy Vikram RavalSeptember 7, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૭

    એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓમાં સ્થાન ધરાવતા રાજકોટ લોધીકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંઘની ચૂંટણી આવતીકાલે, ૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ યોજાવાની છે. ખાસ વાત એ છે કે ચૂંટણીમાં સામસામે રહેલા તમામ ઉમેદવારો ભાજપ સાથે સંકળાયેલા હોવાથી આ ચૂંટણીને ભાજપ વિરૂધ્ધ ભાજપ તરીકે જોવામાં આવી રહી છે.

    સંઘની કુલ ૧૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો બિનહરીફ થયા બાદ બાકીની ૫ બેઠકો માટે ૧૦ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ સંગઠન દ્વારા પાંચ બેઠકો માટે પોતાના પસંદગીના ઉમેદવારોના નામ જાહેર કરીને તેમને મત આપવા માટે વ્હિપ આપવામાં આવ્યો છે. બીજી તરફ, ભાજપના જ અન્ય ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હોવાથી સહકારી સંસ્થાની આ ચૂંટણીમાં આંતરિક જૂથવાદ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

    રાજકોટ લોધીકા સંઘની સત્તા પર વર્ચસ્વ જમાવવા માટે ભાજપના બે દિગ્ગજ નેતાઓ જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. બંને જૂથો વચ્ચે સમાધાન કરાવવા માટે સંગઠન સ્તરે મધ્યસ્થીના પ્રયાસો થયા હોવા છતાં આખરે પાંચ બેઠકો પર ચૂંટણી ટાળવામાં સફળતા મળી નથી. ચૂંટણીના પરિણામો બાદ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ પર કોનું વર્ચસ્વ રહેશે, તે દિશામાં પણ આ ચૂંટણી  મહત્વપૂર્ણ બની છે. આથી પાંચ બેઠકોની ચૂંટણીને માત્ર ડિરેક્ટરની ચૂંટણી નહીં પરંતુ સહકારી ક્ષેત્રમાં જૂથોની શક્તિની કસોટી તરીકે પણ જોવામાં આવી રહી છે.

    રાજકોટ લોધીકા સહકારી ખરીદ-વેચાણ સંઘની ૨૦૨૬ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર ભાજપ નેતા વિજય સખિયાએ પોલીસ સુરક્ષાની માગ કરી છે. વિજય સખિયાએ રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમાં ચૂંટણી પ્રક્રિયા કોઈપણ વિઘ્ન વિના અને પારદર્શક રીતે યોજાય તેમજ ઉમેદવાર તરીકે તેમને સુરક્ષા આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. પોલીસ પ્રોટેક્શનનો ખર્ચ તેઓ પોતાના સ્વખર્ચે ભોગવવા તૈયાર હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

    ચૂંટણી કાર્યક્રમ મુજબ ૮ સપ્ટેમ્બરે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી નિર્ધારિત મતદાન મથકો પર મતદાન યોજાશે. ત્યારબાદ ૯ સપ્ટેમ્બરે સવારે ૯ વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ અંતિમ પરિણામ જાહેર થશે. માત્ર પાંચ બેઠકો પર જ ચૂંટણી હોવાથી દરેક મત ઉમેદવારો માટે મહત્વનો બની શકે છે. બંને જૂથો માટે એક-એક મત પણ નિર્ણાયક સાબિત થવાની શક્યતા છે.

    પ્રદેશ સ્તરે સમાધાનના પ્રયાસો થયા છતાં સહમતી ન બનતા ભાજપ દ્વારા પાંચ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. પાર્ટીએ પોતાના કાર્યકરો અને મતદારોને આ ઉમેદવારોને મત આપવા માટે વ્હિપ આપ્યો છે.

    ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાંઃ કુવાડવા જૂથ બેઠકઃ અરવિંદ રૈયાણી,માધાપર જૂથ બેઠકઃ પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા,ખોખડદડ જૂથ બેઠકઃ બાબુ નસીત,ત્રંબા જૂથ બેઠકઃ નિતીન રૈયાણી,હલેન્ડા જૂથ બેઠકઃ મહેશ આસોદરીયા

    આ ઉમેદવારોની સામે ભાજપ સાથે સંકળાયેલા અન્ય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોવાથી પાર્ટીની અંદરની જ ટક્કર વધુ રસપ્રદ બની છે.

    ચૂંટણીમાં પાંચ બેઠકો પર નીચે મુજબ સીધી ટક્કર જોવા મળશેઃ

    અરવિંદ રૈયાણી- નીતિન ચોવટિયા,વિજય સખિયા- પૃથ્વીસિંહ જાડેજા (ઘોઘુભા જાડેજા),બાબુ નસીત -હરજીભાઈ પીપડીયા,અનિરુદ્ધસિંહ જાડેજા – નિતીન રૈયાણી,મહેશ આસોદરીયા -ધીરુભાઈ રોકડ છે આ પાંચેય બેઠકો પર બંને જૂથોના સમર્થક ઉમેદવારોને જીતાડવા માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો તેજ બન્યા છે. બંને પક્ષો પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

    રાજકોટ લોધીકા સંઘની ચૂંટણીમાં એક તરફ ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ છે, તો બીજી તરફ ભાજપના જ અન્ય ઉમેદવારો પોતાની જીત માટે મેદાનમાં છે. પરિણામે આ ચૂંટણી રાજકોટના સહકારી રાજકારણમાં આંતરિક શક્તિપ્રદર્શનની મહત્વપૂર્ણ કસોટી બની છે. ૮ સપ્ટેમ્બરના મતદાન અને ૯ સપ્ટેમ્બરની મતગણતરી બાદ પાંચ બેઠકોમાં કોનો હાથ ઉપર રહેશે અને સંઘની આગામી સત્તામાં કયા જૂથનું વર્ચસ્વ રહેશે, તેના પર હવે સૌની નજર છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?
    Next Article Ahmedabad: શાળામાં ધોરણ-૮ના વિદ્યાર્થીને તીક્ષ્ણ ઘા, હાથમાં ૧૫ ટાંકા સીસીટીવી બંધ મળતાં સવાલો ઉભા થયાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: મેળાની મુખ્ય મજા `રાઈડ્સ’ની મંજૂરી હજુ ડખ્ખામાં, પોલીસનું વેઇટ એન્ડ વોચ

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: બે સ્થળે લૂંટ ચલાવનાર ચાર લુખ્ખા ઝડપાયા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ડેટિંગ એપની એજન્સીના નામે રૂા.17 લાખનું ફ્રોડ કરનાર રાજસ્થાનથી ઝડપાયો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: ચુનારાવાડમાં વેપારીની દુકાનમાંથી રૂા. 2.11 લાખનો ચેક ચોરી લીધો

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: રિક્ષા પાછળ એક્ટિવા ઘુસી જતાં બે મિત્રોના મોત, ત્રીજાને ઇજા

    September 2, 2026
    રાજકોટ

    Rajkot: વૃદ્ધાનો ચેઇન સેરવી લેનાર હિસ્ટ્રીશીટર મહિલાઓ ઝડપાઈ

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,530
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹232,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 07-09-2026 21:40
    Categories
    Latest News

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026

    Mehsana એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો સપાટો, રેલવે સ્ટેશન વિસ્તારમાંથી લાખોના એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોને દબોચ્યા

    September 7, 2026

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ,વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 સપ્ટેમ્બરનું પંચાંગ

    September 7, 2026

    08 સપ્ટેમ્બરનું રાશિફળ

    September 7, 2026

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.