Rajkot,તા.06
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે પ્રથમવાર સીઝનની નવી વરીયાળીની આવક થઇ હતી. બે દાગીનાની આવક થઇ હતી. ખેડૂત રઘુભાઇ સાબડિયા નવી વરીયાળી લાવ્યા હતા અને જયેશકુમાર એન્ડ કંપનીએ ખરીદી હતી. હાલ વરીયાળીનો ભાવ રૂા.3333 બોલાયા હતા. આમ રાજકોટ માર્કેટ યાર્ડમાં નવી વરીયાળીની આવકના શ્રી ગણેશ થયા હતા.