Rajkot,તા.27
પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજર શ્રી અશ્વની કુમારે ડીઆરએમ ઓફિસ રાજકોટ ખાતે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસ્તાવના વાંચીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા વધારવાનો સંકલ્પ લીધો હતો. શ્રી અશ્વની કુમારે તમામ રેલ્વે કર્મચારીઓને સંકલ્પ દેવડાવ્યું કે તેઓ ભારતને સંપૂર્ણ સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક બનાવવા માટે આ બંધારણને અપનાવશે, ઘડશે અને સમર્પિત કરશે. ડીઆરએમ કચેરી સ્થિત તમામ વિભાગોમાં તેમજ રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, દ્વારકા, વાંકાનેર સહિતના તમામ મુખ્ય સ્ટેશનો પર સમાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલ્વે મુસાફરો અને રેલ્વે કર્મચારીઓમાં બંધારણ વિશે જાગૃતિ લાવવા માટે ડીઆરએમ ઓફિસ અને મહત્વના સ્થળો પર પોસ્ટર અને બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આ પ્રસંગે એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) શ્રી કૌશલ કુમાર ચૌબે, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.