Rajkot, તા.૨૨
રાજ્યમાં સર્જાયેલ વાતાવરણના પલ્ટાની અસરથી છેલ્લા એક સપ્તાહથી અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટકી રહેલ છે. અરબી સમુદ્રમાં સર્જન પામી રહેલ હવાના હળવા દબાણના કારણે આજે સાંજથી હવામાં ભેજના પ્રમાણમાં થોડો વધારો થતા લોકોને અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી હળવી રાહત મળી હતી. દરમ્યાન આજે સાંજે ૬ થી ૮ કલાક (માત્ર ૨ કલાકમાં) રાજકોટ શહેરના જુદાજુદા વિસ્તારોમાં હળવોથી મઘ્યમ વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં આશરે પોણા ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયેલ હતો.
રાજકોટ ઉપરાંત રાજકોટ આસપાસના ગોંડલ, લોધિકા અને જેતપુરમાં તેમજ અમરેલી જીલ્લાના કુંકાવાવ-વડિયા, જામનગરના જામજોધપુર, જૂનાગઢના ભેસાણ, સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા અને વઢવાણ તેમજ પોરબંદરના રાણાવાવ શહેર-તાલુકામાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાવા પામ્યો હતો.
Trending
- 13 જુલાઈનું પંચાંગ
- 13 જુલાઈનું રાશિફળ
- World માં મુસ્લિમોની વસ્તી સૌથી ઝડપથી વધી રહી છે : Pew Research
- આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી કરાઈ
- Prime Minister Modi એ ૫૧ હજાર યુવાનોને આપ્યા નિમણૂક પત્રો
- ફાઈનલ રિપોર્ટ ન આવે ત્યાં સુધી નિષ્કર્ષ ઉપર ન પહોંચી શકાય: મંત્રી Ram Mohan Naidu
- ત્રિરંગાના રાજકીય-ધાર્મિક ઉપયોગ પર રોક માટે Supreme Court માં અરજી
- Russian સેનાએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવને નિશાન બનાવ્યું