Rajkot, તા.૨૨
રાજ્યમાં સર્જાયેલ વાતાવરણના પલ્ટાની અસરથી છેલ્લા એક સપ્તાહથી અનેક શહેરો-ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ત્રાટકી રહેલ છે. અરબી સમુદ્રમાં સર્જન પામી રહેલ હવાના હળવા દબાણના કારણે આજે સાંજથી હવામાં ભેજના પ્રમાણમાં થોડો વધારો થતા લોકોને અનુભવાતા અસહ્ય ઉકળાટ અને બફારામાંથી હળવી રાહત મળી હતી. દરમ્યાન આજે સાંજે ૬ થી ૮ કલાક (માત્ર ૨ કલાકમાં) રાજકોટ શહેરના જુદાજુદા વિસ્તારોમાં હળવોથી મઘ્યમ વરસાદ નોંધાયો હતો. સત્તાવાર આંકડા મુજબ રાજકોટમાં આશરે પોણા ત્રણ ઈંચ જેવો વરસાદ નોંધાયેલ હતો.
રાજકોટ ઉપરાંત રાજકોટ આસપાસના ગોંડલ, લોધિકા અને જેતપુરમાં તેમજ અમરેલી જીલ્લાના કુંકાવાવ-વડિયા, જામનગરના જામજોધપુર, જૂનાગઢના ભેસાણ, સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા અને વઢવાણ તેમજ પોરબંદરના રાણાવાવ શહેર-તાલુકામાં હળવાથી મઘ્યમ વરસાદ નોંધાવા પામ્યો હતો.
Trending
- Junagadh: ૨૦૧૭ના સરકારી કામગીરીમાં અડચણ અને હુમલા કેસમાં કોર્ટનો કડક ચુકાદો
- Keshod પોલીસે ઘોડી પાસાનો જુગાર રમતા ૪ ઇસમોને ઝડપી લીધાં
- Mangrol માં રાહુલ ગાંધીની ધરપકડ અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
- Amreli: કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થયુ ધીંગાણું
- Amreli: ભુરખિયા હનુમાનજી મંદિરનું થશે નવનિર્માણ, શ્રીરામ અને શ્રી મહાદેવના પણ ભવ્ય મંદિરો બનશે
- Amreli: લાઠીમાં ગાગડિયા નદીમાં ફસાયેલા વૃદ્ધનું રેસ્ક્યુ કરાતા દુર્ઘટના ટળી
- Rajkot: ૬ ઓગસ્ટથી ઓખા-બનારસ એક્સપ્રેસ ઓખા સ્ટેશનથી ૨૦ મિનિટ વહેલી ઉપડશે
- Amreli: જી.આઈ.ડી.સી. માટે જમીનની ફાળવણી થતા ઉદ્યોગકારો વેપારીઓમાં હર્ષની લાગણી

