New Delhi,તા.24
ભાગલા સમયે પાકિસ્તાનનો ભાગ બનેલા સિંધ પ્રાંત સભ્યતાની દ્રષ્ટીએ હંમેશા ભારતનો અભિન્ન અંગ રહ્યું છે અને કોણ જાણે સિંધ પણ એક સમયે ભારતનો ભાગ બની શકે છે તેવા સંરક્ષણમંત્રી રાજનાથસિંઘના વિધાનોથી પાક ભડકી ઉઠયુ છે.
ભારત પર વિસ્તારવાદી નીતિ અપનાવવાનો આરોપ મુકી દુનિયાએ તેના તરફ ધ્યાન આપવું જરૂરી છે તેવી કાગારોળ શરૂ કરી દીધી છે. પાક. વિદેશ મંત્રાલયે એક વિધાનમાં કહ્યું કે ભારતના સંરક્ષણમંત્રીના આ પ્રકારના વિધાનોને કઈ રીતે વિચારે છે.
તે દર્શાવે છે અને સ્થાપીત સચ્ચાઈ (કે સિંઘ પાકનો ભાગ છે) ને પડકારવા માંગે છે તે આંતરરાષ્ટ્રીય કાનુન, માન્યતા પ્રાપ્ત સીમાઓ અખંડતા અને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પાકે રાજનાથના વિધાનોને વિસ્તારવાદી હિન્દુત્વની વિચારધારા પણ દર્શાવી હતી.
ભારત એક તરફ પાક. કબ્જાના કાશ્મીરને ગમે તે સમયે છોડાવી લેશે તે નિશ્ચિત છે તો પાકના બલુચ પ્રાંતમાં જે આઝાદીનો નારો છે તેમાં ભારત કુશળ ડિપ્લોમેટીક ચાલ ચાલે છે તે સમયે પાકમાં પણ પંજાબ જે રીતે સતાનું કેન્દ્ર ખાસ કરીને સૈન્ય સતામાં પ્રભુત્વ ધરાવે છે તેની સામેના આંતરિક અસંતોષમાં રાજનાથના વિધાનોથી પલીતો ચપાશે તેવો ભય પાકને છે.
તો બીજી તરફ ભારતે તોપનું નાળચું સિંઘ બાજુ ફેરવ્યુ છે તેવુ માની પાકે હવે કાશ્મીર સમસ્યા મુદે વાટાઘાટની પણ ઓફર કરી છે. પાકે સાથોસાથ બણગો ફુકયો છે કે તે તેની સુરક્ષા-આઝાદીની રક્ષા કરવા તૈયાર છે અને આરોપ મુકયો કે આ પ્રકારના વિધાનોથી ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતા જોખમાઈ શકે છે….
રાજનાથ સિંઘે L.K.અડવાણીના પુસ્તકનાં અંશો ટાંકયા હતા
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે સિંધ આજે ભારતનો ભાગ નથી, પરંતુ સરહદો ગમે ત્યારે બદલાઈ શકે છે અને સિંધ ભારતમાં પાછું આવી શકે છે. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે સિંધના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને યાદ કર્યું.
સિંધ 1947ના ભાગલા પછી આ પ્રદેશ પાકિસ્તાનમાં ગયો. ત્યાં રહેતા મોટાભાગના સિંધી હિન્દુઓ ભારતમાં સ્થળાંતર કરી ગયા. રાજનાથ સિંહે કહ્યું કે લાલકૃષ્ણ અડવાણીએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે તેમની પેઢીના સિંધીઓ હજુ પણ સિંધના ભારતથી અલગ થવાને સ્વીકારી શક્યા નથી.
તેમણે કહ્યું કે સિંધુ નદી હંમેશા ભારતના હિન્દુઓ માટે પવિત્ર રહી છે અને સિંધના ઘણા મુસ્લિમો પણ તેની શુદ્ધતાને આબ-એ-ઝમઝમ પાણીની જેમ પવિત્ર માનતા હતા.
રાજનાથ સિંહે કહ્યું- આજે સિંધ ભલે ભૌગોલિક રીતે ભારતમાં ન હોય પરંતુ સભ્યતા અને સંસ્કૃતિની દ્રષ્ટિએ તે હંમેશા ભારતનો ભાગ રહેશે. તેમણે વધુમાં કહ્યું કે સરહદો બદલાઈ શકે છે અને કોણ જાણે કાલે સિંધ ભારતમાં પાછું આવી શકે છે.
સિંધ દશરથના રાજ્યનો ભાગ હતું રામાયણના એક શ્લોક પર આધારિત દાવો
રાજનાથ સિંહે એમ પણ કહ્યું- મેં જોયું છે કે જ્યારે પણ લખનઉમાં રાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાય છે, ત્યારે સિંધી સમુદાયના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લે છે રામાયણના શ્લોકો સ્પષ્ટપણે દર્શાવે છે કે સિંધ રાજા દશરથના રાજ્યનો ભાગ હતું. સિંધ એ પ્રદેશ પણ છે જ્યાં વૈદિક જ્ઞાન સૌપ્રથમ પહોંચ્યું આપણી સંસ્કૃતિમાં માતા ગંગાને સૌથી પૂજનીય માનવામાં આવે છે અન્ય દેશોમાં ભારતને સિંધુ નદી સાથે પણ ઓળખવામાં આવે છે

