Rajula,તા.29
રાજુલા રૂદ્રગણ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પુંજાબાપુ ગૌશાળા (પાંજરાપોળ) માં કામ કરતા કર્મચારીઓને દિવાળી નિમિત્તે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમા કપડા, મીઠાઈ તથા બાળકો માટે ફટાકડા પણ આપ્યા હતાં. અને જે કર્મચારી આખું વર્ષ નિસ્વાર્થ ભાવે જે ગૌશાળાની સફાઈ તેમજ સાળ સંભાર રાખી રહ્યા છે તેમની દિવાળીના તહેવારો આનંદથી તહેવારની ઉજવણી કરી શકે તે માટે રૂદ્રગણ ગ્રુપ દ્વારા કીટ આપી હતી. આ તકે રૂદ્રગણ ગ્રુપ રાજુલાના પ્રમુખ તથા ઉપપ્રમુખ સહિત તમામ બધા જ સભ્યો હાજર રહ્યા હતાં. આખરે રૂદ્રગણ ગ્રુપ દ્વારા રાજુલા તાલુકાની જનતાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી.