Rajula,તા.20
રાજુલા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પાંચ મોબાઇલ ફોન તેમજ ઇ-કોપની મદદથી બે મોટર સાઇકલના મુળ માલિકને શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી……
રાજુલા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે CEIR પોર્ટલ તેમજ ટેકનિકલ સોર્સના માધ્યમથી ૫ મોબાઇલ ફોન તથા ઇ- કોપની મદદથી ૨ મોટર સાઇકલના મુળ માલિકને શોધી કાઢી સરહનીય કામગીરી કરવામાં આવી હતી. રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.એમ.કોલાદરાનાઓની સુચના અને માર્ગદર્શનથી રાજુલા પો.સ્ટે. માં CEIR પોર્ટલમાં મોબાઇલ ફોન પડી ગયેલની એન્ટ્રી કરેલ રાજુલા પોલીસે ૫ મોબાઇલ થતાં ૨ મોટર સાઇકલના મુળ માલિકને શોધી કાઢી જેમા પોલીસે
કુલ પાંચ મોબાઇલ ફોન જેની કિમત રૂ.૫૧૦૦૦ તથા બે મોટર સાઇકલ જેની કિ.રૂ .૪૫૦૦૦ મુળ માલિકને પરત આપી “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ખરા અર્થમાં સાર્થક કરી સરાહનીય કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ વી.એમ.કોલાદરા, સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. મધુભાઇ પોપટ, હેડ કોન્સ. હરપાલસિંહ ગોહિલ, હેડ કોન્સ. હરેશભાઇ વાળા, હેડ કોન્સ. હરેશભાઇ બાંભણીયા, હેડ કોન્સ. મનુભાઇ માંગાણી પો.કોન્સ. મહેશભાઇ બારૈયા, પો.કોન્સ. રવિરાજભાઇ વરૂ તથા પો.કોન્સ.ઘનશ્યામભાઇ મહેતા દ્રારા કરવામાં આવેલ છે…..