મુંબઈ, તા.૧૯
દિગ્દર્શક અનિલ શર્મા પુત્ર ઉત્કર્ષ શર્માની કારકિર્દીને ઉંચકવા વધુ એક ફિલ્મ ‘અર્જુન નાગા બનાવી રહ્યા છે. તેમાં Randeep Hooda તથા સેલિના જેટલીની પણ એન્ટ્રી થઈ છે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ ખલનાયકની ભૂમિકામાં હશે તે અગાઉ જાહેર થઈ ચૂક્યું છે. પુત્ર ઉત્કર્ષ માટે અનિલ શર્મા ‘ગદ્દર ટુ’ જેવી ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી ઉત્કર્ષની કારકિર્દી જામી નથી.આ વાર્તા દુબઈમાં ૧૯૬૬માં થયેલી તેલની શોધ અને તેના ઐતિહાસીક પરિવર્તનની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. ફિલ્મમાં સામાન્ય વેપારી કેન્દ્રમાંથી સમૃદ્ધ બનતા દુબઈની સફર સાથે સત્તા અને મહત્વાકાંક્ષા પણ દર્શાવાશે. ગરીબીમાંથી અત્યંત ધનિક બનતા યુવક તરીકે ઉત્કર્ષ શમાને મેઈન હિરો તરીકે દર્શાવાશે.આ મેગા પ્રોજેક્ટના દરકે ભાગનું શીર્ષક અલગ હશે અને દસથી બાર જાણીતા કલાકારો મહત્વના પાત્રો નિભાવશે. હાલમાં મુંબઈમાં પ્રથમ ભાગનું શૂટિંગ ચાલી રહ્યું છે, જે ૨૦૨૭ સુધી પૂર્ણ થવાની શક્યતા છે. ત્યાર પછી રાજસ્થાન, દુબઈ અને અન્ય આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ ફિલ્મીકરણ થશે. જો કે રીલિઝ તારીખો હજી જાહેર નથી કરાઈ.

