Mumbai,તા.07
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા આગામી ફેબુ્રઆરીમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા થઈ છે. લગ્ન માટે ૨૬મી ફેબુ્રઆરીની તારીખ પણ નક્કી થઈ ગઈ હોવાનું ચર્ચાય છે.
રશ્મિકા અને વિજયે લગ્ન માટે અનેક બોલીવૂડ સેલિબ્રિટીની જેમ રાજસ્થાન પસંદ કર્યું છે. પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ પણ ઉદયપુરમાં લગ્ન કર્યાં હતાં. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે ફોર્ટ બરવાળા ખાતે લગ્ન કર્યાં હતાં. પ્રિયંકા ચોપરાએ પોતાનાં ડેસ્ટિનેશન વેડિંગ માટે જોધપુર પર પસંદગી ઉતારી હતી. કિયારા અડવાણી તથા સિદ્ધાર્થ મલ્હોત્રાનાં લગ્ન પણ જેસલમેરમા થયાં હતાં.
રશ્મિકા અને વિજયે તાજેતરમાં સગાઈ કરી લીધી હોવાની માન્યતા છે. રશ્મિકા અને વિજય બંને એંગેજમેન્ટ રિંગ અવારનવાર ફલોન્ટ કરી ચૂક્યાં છે. જોકે, તેમણે સગાઈની ઓફિશિયલ ઘોષણા હજુ સુધી કરી નથી.
હાલમાં એક ઇવેન્ટમાં રશ્મિકાને તેના એન્ગેજમેન્ટ વિશે પુછવામાં આવ્યું હતું. ત્યારે તેણે બધાને બધી ખબર જ છે એવો સૂચક જવાબ આપ્યો હતો.

