New Delhi, તા. 6
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનટરી કમીટીની બેઠક બુધવારે શરૂ થઇ હતી, આવતીકાલે શુક્રવારે તે પોતાનો ફેંસલો સંભળાવશે. ડેવલપર્સનું કહેવું છે કે બજેટમાં ક્ધઝયુમ્શન (વપરાશ) વધારવાના ઉપાયો બાદ હવે રેપોરેટમાં 25 બેઝીસ પોઇન્ટમાં પણ ઘટાડો કરી દેવામાં આવે તો રિયલ એસ્ટેટ સેકટરને બુસ્ટ મળશે. કારણ કે ગત વર્ષે ઘરોનું કુલ વેચાણ 9 ટકા ઓછું રહ્યું હતું.
એનારોક કંપનીના ચેરમેન અનુજ પુરીએ કહ્યું હતું, બજેટમાં એકના બદલે બે સેલ્ફ ઓકયુપાઇડ પ્રોપર્ટીજને ટેકસ ફ્રી કલેમ કરવાની છુટ આપવામાં આવી છે. રેટ પર ટીડીએસની પ્રક્રિયા સરળ થવાની મકાન માલિક માટે સરળ થશે. નાના શહેરોમાં હોમ ઓનરશીપને પ્રોત્સાહન મળશે. જોકે એફોર્ડેબલ હાઉસીંગ સેકટર માટે સીધી રીતે મોટી જાહેરાતો નથી થઇ.
ક્રેડાઇના ચેરમેન અને ગૌડ ગ્રુપના સીએમડી મનોજ ગૌડે કહ્યું હતું કે બજેટે મિડલ કલાસના બારામાં સરકારની અનુકુળ નીતિઓનો સંકેત આપ્યો છે. અમને આશા છે કે આરબીઆઇ આ દિશામાં પગલા લેશે અને રેપોરેટ કમ સે કમ 25 બેઝીઝ પોઇન્ટ ઘટાડશે. આથી રીયલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળશે.
ગોલ્ડન ગ્રોથ ફંડના સીઇઓ અંકુર ઝાલાને જણાવ્યું હતું કે ઇકોનોમિક ગ્રોથને ઘટતો જોતા આ વ્યાજ દર ઘટાડવાનો ખરો સમય છે. બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેકસ છુટ અને આ રેટ કરથી રિયલ એસ્ટેટ સહિત બધા સેકટરોમાં આર્થિક ગતિવિધિ વધશે. નાઇટ ફેન્ક ઇન્ડિયાના સીએમડી શિબિર બૈજલે જણાવ્યું હતું કે રેટ કરથી ખાસ કરીને લોઅર અને મીડ ઇન્કમ સેગમેન્ટસમાં સેન્ટીમેન્ટ મજબુત થશે.