New Delhi,તા.24
હાઉસીંગ માર્કેટમાં ત્રણ વર્ષના રેકોર્ડ બ્રેક પુરવઠા બાદ કેટલાંક કરેકશન જોવા મળી રહ્યા છે. જેના કારણે વેંચાણમાં પણ ઘટાડાનું વલણ છે.ઉંચી કિંમત અને આર્થિક વૃધ્ધિને લઈને ચિંતાના કારણે ચાલૂ કેલેન્ડર વર્ષની પહેલી (જાન્યુઆરી-માર્ચ)ત્રિમાસીકમાં દેશના મુખય 9 શહેરોમાં ઘરોનું વેચાણ 23 ટકા ઘટીને 1.06 લાખ એકમ રહેવાનું અનુમાન છે.
રિયલ એસ્ટેટ ડેટા વિશ્લેષણ પોતાની પ્રોપઈકીવી તરફથી રવિવારે જાહેર આંકડાથી આ માહિતી મળી છે. આંકડા અનુસાર ચાલૂ કેલેન્ડર વર્ષની પ્રથમ ત્રિમાસીકમાં ઘરોનું વેંચાણ ગત વર્ષનાં આ સમય ગાળાનાં 1,33,702 એકમથી ઘટીને 1,05,791 એક (નંગ)રહેવાનું અનુમાન છે.
9 મુખ્ય શહેરોમાં આજ દિલ્હી એનસીઆર અને બેગ્લુરૂમાં આ ત્રિમાસીકમાં વેંચાણમાં વૃધ્ધિ જોવા મળી શકે છે. પ્રોપઈકિવટીનાં સંસ્થાપક અને સીઈઓ સમીર જસુજાએ કહ્યું હતું કે કેટલાંક કરેકશન જોવા મળી રહ્યા છે જેના કારણે વેચાણમાં પણ ઘટાડાનું વલણ છે.ચાલુ ત્રિમાસીકમાં આવાસીય સંપતિઓની નવી સપ્લાય 34 ટકા ઘટીને 80774 એકમ રહેવાનું અનુમાન છે.મુંબઈમાં ઘરોનું વેંચાણ 16204 યુનિટથી 36 ટકા ઘટીને 10432 યુનિટ આવી જવાનું અનુમાન છે.નવી મુંબઈમાં પણ તેની 7218 એકમથી 7 ટકા ઘટીને 8551 રહેવાની સંભાવના છે.આંકડા અનુસાર જાન્યુઆરી-માર્ચ 2025 માં બેંગ્લુરૂમાં ઘરોનું વેંચાણ 10 ટકા વધીને 18508 માંગ રહેવાની સંભાવના છે. જે એક વર્ષ પહેલાની ત્રિમાસીક 16768 યુનિટ હતી.
દિલ્હી એનસીઆરમાં પણ વેંચાણમાં પણ 10 ટકાના વધારાની સાથે 10235 થી વધીને 11,221 ઘટ્ટ થવાના વેંચાણ થવા પર આશા છે.