Savarkundla,તા.26
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળાના આંગણે વીજપડી પે.સેન્ટર શાળાના તેમજ પેટા શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ દ્વારા આયોજિત માનનીય શ્રી મહેન્દ્રભાઈ .આર. વિછીયાની નિમણૂક ખજાંનશી ગુ. રા . પ્રા. શિ.સંઘ માં નિમણુક તથા સંઘના તમામ મેમ્બરો માં ખુશીની લાગણી પ્રસરી ગયેલ હોય અને તમામ શાળાઓના આચાર્ય ગણ તેમજ શિક્ષક ગણ દ્વારા આયોજિત કરવામાં આવેલ તમામ મહેમાનોનું શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગીત રજૂ કરવામાં આવેલ ત્યારે બાદ પ્રસંગિક ઉદબોદન કરવામાં આવેલ તમામ શાળાના સી.આર.સી તેમજ શિક્ષકો તેમજ આચાર્ય ઉપસ્થિત રહી તમામ શાળાઓ વતી પણ મહેન્દ્રભાઈનું સન્માન કરવામાં આવેલ ત્યારબાદ મહેન્દ્રભાઈ વિંછીયાનું વીજપડી પે સેન્ટર શાળા તેમજ પેટાશાળા દ્વારા મોમેન્ટો આપી શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવેલ ત્યારબાદ સંઘની કામગીરી અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવેલ તેમજ સંઘ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અને તેમાંથી નિરાકરણ આવેલ તમામ બાબતોનું વિશ્લેષણ તમામની હાજરીમાં રજૂ કરવામાં આવેલ અને હજી પણ મહેન્દ્રભાઈ આર વિછીયાની કારકિર્દી હજુ પણ આગળ વધે તેવી તમામ શિક્ષક ગણ તેમજ આચાર્ય ગણની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી અને કાર્યક્રમના અંતમાં ખડસલી પ્રાથમિક શાળાના આચાર્ય જયેશભાઈ નીનામા દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ અને ત્યારબાદ આવેલ તમામ મહેમાનો તેમજ શિક્ષક ગણ તેમજ આચાર્ય ગણ સાથે ભોજન લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ એમ અનિરુદ્ધ ત્રિવેદીએ એક યાદીમાં જણાવ્યું હતું