New Delhi તા.19
નવો ઈન્કમટેકસ કાયદો લાગુ થતા પહેલા જ સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં જ છેલ્લા અનેક વર્ષોથી પેન્ડીંગ રિફંડ જાહેર કરી શકે છે. સૂત્રો અનુસાર તેમાં લગભગ 19 વર્ષ જુના બાકી રિફંડ પણ સામેલ છે.
સૂત્રો અનુસાર નવો આવકવેરા કાયદો લાગુ થતા પહેલા લગભગ 1000 કરોડ રૂપિયા સુધીનું રિફંડ જાહેર થવાની આશા છે. તેમાં સૌથી વધુ કર માંગ સાથે જોડાયેલા મામલા છે, જેમાં કરદાતાઓએ અપીલ ઓથોરિટી પાસેથી આદેશ હાંસલ કરી લીધા હતા પરંતુ આવકવેરા વિભાગની પ્રણાલિકાગત ખામીઓના કારણે ટેકસ રિફંડ જાહેર નહોતું થઈ શકયું.
ઉલ્લેખનીય છે કે, નવા કાનૂનને સંસદની મંજુરી મળી ચૂકી છે અને તેને એપ્રિલ 2026થી લાગુ કરવામાં આવી શકે છે. આ પરીસ્થિતિમાં સરકારની યોજના છે કે નવો આવકવેરા કાયદો લાગુ થતા પહેલા આગલુ રિફંડ જાહેર કરવામાં આવે. સૂત્રો મુજબ નવા આવકવેરા કાયદામાં અનેક નવી ધારાઓ જોડવામાં આવી છે.
કરદાતાને થશે ફાયદો: નવા કાયદાનો ઉદેશ પ્રક્રિયાઓને સરળ બનાવવો અને પાછલી કમીઓને દુર કરવાનો છે. નવો કાયદો પસાર થયા બાદ ભારતની દાયકાઓ જુની જટિલ કર પ્રણાલી સરળ થઈ શકે છે. આથી કાયદાની ગુંચવણો ઉકેલાશે અને કરદાતાઓ અને લઘુ, નાના મધ્યમ ઉદ્યોગોને બિનજરૂરી કેસમાંથી બચવામાં મદદ કરશે.