New Delhi તા.24
દેશના ટોચના ઉદ્યોગપતિ અને કોર્પોરેટ ગૃહના માલિક મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે એક રસપ્રદ દરખાસ્ત આવી છે. દિલ્હીના એક ર્સ્ટાટઅપે રીલાયન્સજીયો હોટસ્ટાર ડોમીન નેમ ઇન્ટરનેટ માટે રજીસ્ટર કરાવી લીધું હતું.
હાલમાં જ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેની ટેલીકોમ કંપની જીયો મારફત ડીઝની હોટસ્ટાર ખરીદી લીધી છે અને હવે તેનું જીયોમાં વીલીનીકરણ થશે. આ પૂર્વે જ દિલ્હીના ર્સ્ટાટઅપ કે જેણે પોતાનું નામ હજુ જાહેર કર્યું નથી તેણે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એક પત્ર લખીને જીયો હોટસ્ટાર ડોટકોમ ડોમીન નેમ તેનું હોવાનું જણાવીને કંપનીને જો તે જોતું હોય તો તેનો બ્રીટનની કેમ્બ્રીજ યુનિ.નો અભ્યાસનો ખર્ચ આપવા શરત મુકી છે.
આ ર્સ્ટાટઅપ અગાઉ કેમ્બ્રીજ યુનિ. સાથે સંકળાયેલો હતો. પરંતુ તેને તેના અભ્યાસનો ખર્ચ પોસાય તેમ નથી ત્યાં જ તેના ધ્યાનમાં આ ખાસ ડોમીન નેઇન રજીસ્ટર કરાવવાનો આઇડીયા આવી ગયો. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ શું જવાબ આપે છે તેના પર નજર.