Islamabad, તા.25
પાકિસ્તાનના પેશાવરમાં થયેલા આત્મઘાતી હુમલામાં તાલીબાની ત્રાસવાદીઓની સંડોવણી બહાર આવ્યા બાદ પાકિસ્તાને ફરી એક વખત અફઘાનિસ્તાન ઉપર હવાઈ હુમલો કરીને રહેણાંક સહિતના વિસ્તારોમાં જબરી બોમ્બવર્ષા કરતાં ઓછામાં ઓછા દસ લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે.
તાલિબાની સરકારના પ્રવકતાએ જણાવ્યું કે, પાકિસ્તાની સેનાએ નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા છે અને તેમાં 9 બાળકો સહિત 10 લોકો માર્યા ગયા છે. અફઘાનિસ્તાનના કુનાર અને અન્ય વિસ્તારોને નિશાન બનાવ્યા છે.
ગત સપ્તાહે પેશાવરમાં પાકિસ્તાનના ટેરેટેરિયલ આર્મીના એક વડા મથક ઉપર આત્મઘાતી હુમલો થયો હતો. જો કે તેમાં ત્રણેય હુમલાખોરને ઠાર મરાયા હતા પરંતુ પાકિસ્તાને આ માટે તાલિબાની સરકારને દોષિત જણાવીને વળતા હુમલોની ચેતવણી આપી હતી અને ગઈરાત્રે પાક. હવાઈ દળના વિમાનોએ કાબુલની આસપાસ બોમ્બવર્ષા કરી હતી. બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી આ પ્રકારના હુમલા અને વળતા હુમલા ચાલુ રહ્યા છે.

