Junagadhતા. ૨૩
જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી છે.
વરસાદના કારણે જિલ્લામાં વૃક્ષો અને ઝાડી, ઝાંખરા પડવા તેમજ માઇનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગને નુકસાન થયું છે. જેને પૂર્વવત્ કરવા જુનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અવીરતપણે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી છે.
આ સાથે હાલમાં જૂનાગઢ તાલુકામાં આવેલ મજેવડીથી વાલાસીમડી રોડ પર મેટલ પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બાકી રહેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, આ કામ પણ ટૂંકમાં જ પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું કાર્યપાલક ઇજનેર અભિષેક ગોહિલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.