Jamnagar,તા.23
જામનગર શહેરમાં જુદી જુદી બે લૂંટની ઘટનાઓનો ભેદ ઉકેલવામાં એલસીબીની ટુકડીને સફળતા સાંપડી છે, અને અલગ અલગ બે લૂંટ ના બનાવને અંજામ આપનાર લૂંટારુ બેલડીને દાગીના, રોકડ રૂપીયા, છરી, મોબાઇલ ફોન તથા મો.સા. મળી કુલ રૂ. ૧,૫૨,૦૫૦ ના મુદામાલ સાથે એલસીબી ની ટુકડીએ ઝડપી લીધી છે.
જામનગરમાં રહેતા જાહીદભાઇ ઇકબાલભાઈ સૈયદ ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ પોતાનુ મો.સા. લઇ નોકરી ઉપર જતા હતા તે દરમ્યાન હાપા રેલ્વે યાર્ડ પાસે પહોંચતા બે અજાણયા માણસોએ પોતાનુ મો.સા. ફરી.ના મૌ.સા. સાથે ભટકાડી છરી બતાવી લૂંટી લેવાના ઇરાદે તેના ખિસ્સા માં તપાસ કરતા કાંઇ મળી આવ્યું ન હતું.તે ઉપરાંત જામનગરમાં સમર્પણ સર્કલ નજીક રહેતા કરશનભાઇ ચંદુભાઈ ઝાલા પોતાની નોકરી પૂરી કરી મો.સા. લઇ ઘરે જતા હતા, તે દરમ્યાન તેને માર મારી છરી બતાવી તેના ખિસ્સા માંથી રોકડ રૂ. ૧૫૦૦તથા સોનાનો પેન્ડલ વાળો ચેન લૂંટી લઈ નાશી જતાં બન્ને અજાણ્યા માણસો વિરૂધ્ધ જામનગર રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત ગઇ તા.૧૫/૬/૨૦૨૫ ના રોજ અજયસિંહ શીવુભા જાડેજા રહે. લીમડા લાઈન, મકરાણી પાડો જામનગર વાળા પગપાળા ચાલીને સપડા દર્શન કરવા જતાં હતા, ત્યારે રાજપાર્કની સામે, આયકર વિભાગની બાજુમાં પહોંચતા પાછળથી બે અજાણ્યા માણસો આવી છરી વડે છજા કરી ઢીકાપાટુ નો માર મારી ફરીયાદીના ખિસ્સા માંથી રૂ. ૧૫૦૦ ની લુંટ કરી નાશી જતા ફરીયાદીએ અજાણયા માણસો વિરૂધ્ધ જામનગર સીટી એ. ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બંને ગુના વણશોધાયેલા હતા.
જેથી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. શ્રી વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.શ્રી પી.એન.મોરી તથા પો.સ.ઇ.શ્રી સી.એમ.કોટેલીયા તથા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ વાળી જગ્યાની વિઝીટ કરી, સીસીટીવી ફુટેજ ચેક કરી, ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી જરૂરી વર્ક આઉટ કરવામાં આવ્યું હતું. અને જામનગર શહેરમાં લાલવાડી દેરાસર રોડ, અપૂર્વ એવન્યુ-૨, સબ સ્ટેશન પાસેથી અલગ અલગ જગ્યાએ લૂંટને અંજામ આપનાર આમીનભાઇ ઉર્ફે નવાજ રફીકભાઇ ચાવડા (રહે. શાક માર્કેટ પાછળ, વાઘેરવાડો, જામનગર) અને હમદભાઇ ઉર્ફે અબાડો રફીકભાજી કથીરી (રહે. મોરકંડા રોડ, ગરીબનવાજ સોસાયટી, જામનગર) ની અટકાયત કરી લીધી છે.
જ્યારે તેઓના કબ્જા માંથી લૂટ કરી મેળવેલ સોનાના દાગીના, સૈકડ રૂપીયા તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન, છરી તથા એકસેસ મો.સા. જી.જે.૧૦ ડીબી ૫૬૦૦ મળી કુલ રૂ. ૧.૫૨,૦૫૦ ની માલમતા કબજે કરી છે.