Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 20, 2026

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો;ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    July 20, 2026

    Jetpur: કરોડોના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ મહિનામાં જ ખેદાન-મેદાનકરી નખાયો

    July 20, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો;ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો
    • Jetpur: કરોડોના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ મહિનામાં જ ખેદાન-મેદાનકરી નખાયો
    • Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી
    • Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ
    • Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત
    • Rajkot ગુંજન પાર્કમાં યોજાશે કેન્સર અવેરનેસ કાર્યક્રમ
    • શ્રી ચૈતન્ય ટેકને સ્કૂલ, રાજકોટ ખાતે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાની ઉપસ્થિતિમાં ઇન્વેસ્ટિચર સેરેમની અને મિશન હરિતોદય યોજાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 20
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Rohit Sharma એ ઇંગ્લેન્ડ સામે 34મી સદી ફટકારી
    ખેલ જગત

    Rohit Sharma એ ઇંગ્લેન્ડ સામે 34મી સદી ફટકારી

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    રિટાયર્મેન્ટની અટકળો વચ્ચે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં માત્ર 84 બોલમાં પોતોના કરિયરની 34મી સદી ફટકારી દીધી છે. વર્ષ 2015માં પોતાના વનડે વર્લ્ડ કપના સફરની શરૂઆત કરનારા રોહિત શર્માએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વર્લ્ડ કપમાં સૌથી ફાસ્ટ સદી બનાવવાથી લઈને સૌથી વધુ સદી ફટકારવા સુધીનો રેકોર્ડ ‘હિટમેન’ ના નામે નોંધાયેલો છે. વનડે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી ખતરનાક અને વિસ્ફોટક ઓપનરોની યાદીમાં રોહિત શર્માનું નામ ટોચ પર રાખવામાં આવે છે. પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પોતાની કરિયર દરમિયાન ICCની ખાસ ઇવેન્ટ વનડે વર્લ્ડ કપમાં બેટથી અદ્ભુત પ્રદર્શન કર્યું છે. વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટમાં રોહિતે પોતાની શાનદાર બેટિંગ અને મોટી સદીઓ ફટકારવાની ક્ષમતાથી ફેન્સ વચ્ચે એક અલગ જ છાપ છોડી છે. રોહિત શર્માએ વન-ડે ક્રિકેટ (ODI)માં એક મોટો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિત શર્માએ ઇંગ્લેન્ડની ધરતી પર પ્રવાસી બેટ્સમેન તરીકે સૌથી વધુ 8 વન-ડે સદી ફટકારવાની સિદ્ધિ મેળવી છે, જે કોઈપણ વિદેશી ખેલાડી દ્વારા કોઈ એક દેશમાં ફટકારેલી સૌથી વધુ સદી છે. આ મામલે રોહિતે સચિન તેંડુલકર (યુએઈમાં 7 સદી), સઈદ અનવર (યુએઈમાં 7 સદી), એબી ડી વિલિયર્સ (ભારતમાં 7 સદી) અને ક્વિન્ટન ડી કોક (ભારતમાં 7 સદી) જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

    વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અત્યાર સુધી કુલ 28 મેચોમાં ભાગ લઈ ચૂક્યા છે. આ દરમિયાન રોહિત શર્માએ 60.57 ની શાનદાર એવરેજ અને લગભગ 106.9 ના સ્ટ્રાઈક રેટથી 1,575 રન બનાવ્યા છે. ભારત માટે રોહિત શર્માએ પોતાની પહેલી વનડે વર્લ્ડ કપ વર્ષ 2015 માં રમ્યા હતા. આ સિવાય તેમણે વર્ષ 2019 અને વર્ષ 2023માં પણ બેટથી પોતાનું જોર બતાવવામાં સફળતા મેળવી હતી. જો કે, સૌથી મોટો સવાલ એ જ છે કે શું રોહિત શર્મા વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપનો હિસ્સો હશે?

    વર્ષ 2019નો વર્લ્ડ કપ રોહિત શર્માની કરિયરનો સૌથી શ્રેષ્ઠ તબક્કો રહ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં તેમણે બેટિંગની દરેક વ્યાખ્યા બદલી નાખી હતી. રોહિતે એક જ વર્લ્ડ કપ સીઝનમાં 5 સદી ફટકારીને ઇતિહાસ રચી દીધો હતો. તેઓ કોઈ એક વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારનારા દુનિયાના પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યા. તેમણે આ ટૂર્નામેન્ટની 9 મેચોમાં 648 રન બનાવ્યા અને સૌથી વધુ રન બનાવનારા ખેલાડી રહ્યા હતા.ભારતમાં રમાયેલા વર્ષ 2023ના વર્લ્ડ કપમાં રોહિત શર્માએ કેપ્ટન તરીકે ટીમને ફ્રન્ટથી લીડ કરી હતી. તેમણે પોતાના પર્સનલ રેકોર્ડ કરતાં ટીમને તોફાની શરૂઆત અપાવવા પર વધુ ધ્યાન આપ્યું હતું. રોહિતે વર્લ્ડ કપમાં પોતાની 7 મી સદી ફટકારીને મહાન સચિન તેંડુલકરના 6 સદીના રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. હવે તેમના નામે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ 7 સદી નોંધાયેલી છે. વર્ષ 2023 ના વર્લ્ડ કપ દરમિયાન રોહિતે 11 મેચોમાં 125.94 ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી 597 રન ફટકાર્યા હતા અને ટીમને ફાઇનલ સુધી પહોંચાડી હતી. વર્ષ 2023માં જ રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે એક અત્યંત ફાસ્ટ સદી ફટકારી હતી. દિલ્હીમાં માત્ર 63 બોલમાં ફટકારેલી રોહિત શર્માની આ સદી કોઈ પણ ભારતીય દ્વારા વર્લ્ડ કપમાં ફટકારેલી સૌથી ફાસ્ટ સદી છે. રોહિત શર્માનો આ રેકોર્ડ તોડવો કોઈ પણ ભારતીય માટે સરળ નહીં હોય. જો રોહિત શર્મા વર્ષ 2027ના વનડે વર્લ્ડ કપનો હિસ્સો નહીં બને, તો ભારતીય ટીમને તેમની ખોટ ચોક્કસપણે સાલશે.

    Rohit Sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારતીય ટીમ હવે Zimbabwe સામે ત્રણ મેચની ટી ૨૦ શ્રેણી રમવાની તૈયારી કરી રહી છે

    July 20, 2026
    ખેલ જગત

    સ્પેનના વિજય ઉજવણી દરમિયાન Donald Trump સ્ટેજ પર રહ્યા, પરંતુ અધિકારીઓએ તેમને બળજબરીથી દૂર કર્યા

    July 20, 2026
    ખેલ જગત

    ત્રીજી વનડે કેપ્ટન Shubman Gill હારનું ઠીકરું બોલરો પર ફોડ્યું

    July 20, 2026
    ખેલ જગત

    BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રોહિત શર્મા અને વિરાટ કોહલી પ્રદર્શનને બિરદાવ્યું

    July 20, 2026
    ખેલ જગત

    Rohit Sharma એ ‘મિત્ર’ નું બેટ ઉધાર લઇ લોર્ડ્સમાં ફટકારી ધમાકેદાર સદી

    July 20, 2026
    ખેલ જગત

    Spain સામે હાર્યા બાદ રડી પડ્યો મેસી, ફાઈનલમાં ઐતિહાસિક રેકોર્ડ પણ બનાવ્યો

    July 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 20, 2026

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો;ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    July 20, 2026

    Jetpur: કરોડોના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ મહિનામાં જ ખેદાન-મેદાનકરી નખાયો

    July 20, 2026

    Veraval: પ્ર.પાટણ વિસ્તારમાં જુગાર રમતા ૭ ને ઝડપતી એલસીબી

    July 20, 2026

    Veraval: વેરાવળથી હરિદ્વાર સુધીની ખાસ ટ્રેન નિયમીત ચલાવવા માંગ

    July 20, 2026

    Rajkot BRTS રૂટની સર્વાંગી સમીક્ષા અને ઇકોનોમિક ઓડિટ કરવા ડો.વલ્લભ કથીરિયાની મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને રજૂઆત

    July 20, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલવે સેફ્ટીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે રાજકોટ ડિવિઝનના ૦૮ રેલકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન

    July 20, 2026

    Manavadar: સાતલપુરની ધારે નંદી પર અસામાજિક તત્વોનો કુહાડી વડે ઘાતકી હુમલો;ગૌસેવકોએ તત્કાલ રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો

    July 20, 2026

    Jetpur: કરોડોના ખર્ચે બનેલો નવો નક્કોર રોડ મહિનામાં જ ખેદાન-મેદાનકરી નખાયો

    July 20, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.