Mumbai,તા.07
‘એક દિવાને કી દિવાનિયત’ની અપેક્ષા કરતાં પણ અનેકગણી સફળતાથી ચર્ચામાં આવી ગયેલા હિરો હર્ષવર્ધન રાણેને હવે એક એક્શન ફિલ્મ ‘ફોર્સ થ્રી ‘ મળી છે.
આ ફિલ્મમાં તે જોન અબ્રાહમ સાથે સ્ક્રીન શેર કરશે. આ ફિલ્મ માટે હર્ષવર્ધનને ૧૫ કરોડની ફી ઓફર થયાનું કહેવાય છે. તેની હાલની ફિલ્મ ‘એક દિવાને કી દિવાનિયત’ માટે તેને આશરે બેથી ત્રણ કરોડ રુપિયા જ મળ્યા હતા. પરંતુ, હવે તે એક સફળ હિરો તરીકે એસ્ટાબ્લીશ થઈ જતાં તેને અનેકગગણી વધુ ફી ઓફર થી રહી છે. ‘ફોર્સ થ્રી’નું શૂટિંગ આગામી વર્ષે શરુ થશે. આ ફ્રેન્ચાઈઝી ફિલ્મનો પહેલો ભાગ ૨૦૧૧માં અને બીજો ૨૦૧૬માં રીલિઝ થયો હતો. ત્રીજા ભાગ માટે દિગ્દર્શન ભાવ ધુલિયાનું છે.

