Bhubaneswar,તા.5
તમે દેશભરમાં દરોડા પછી ઘણાં ફોટા અને વિડિઓઝ જોયાં હશે, જ્યાં ભ્રષ્ટ અધિકારીનાં ઘરમાંથી નોટોનો ઢગલો જોવા મળે છે. ઓડિશામાં પણ આવો જ એક કેસ આવ્યો છે.
અહીં વિજિલન્સ ટીમે સવારે મલકંગિરીના વોટરશેડના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરે દરોડા પાડ્યાં હતાં. ટીમને દરોડા દરમિયાન નોટોનો ઢગલો જોવા મળ્યો હતો. દરોડામાં ટીમને 500ની નોટોની 234 થપ્પીઓ મળી હતી જેમાં આશરે 1.5 કરોડની રોકડ રકમ મળી આવી હતી.
ઓડિશા ટીમે આજે સવારે મલકંગિરીના વોટરશેડના ડેપ્યુટી ડિરેક્ટર અને પ્રોજેક્ટ ડિરેક્ટર શાંતનુ મહાપાત્ર સાથે સંકળાયેલાં સાત સ્થળો પર દરોડા પાડ્યાં હતાં. તેનાં પર અપ્રમાણસર સંપત્તિ હોવાનો આરોપ છે.
આ કાર્યવાહી જયાપોરના તકેદારી વિભાગનાં વિશેષ ન્યાયાધીશ દ્વારા જારી કરાયેલા સર્ચ વોરંટ હેઠળ લેવામાં આવી છે. આ કાર્યવાહીનું નેતૃત્વ બે વધારાનાં એસપીએસ, ચાર ડીએસપી, દસ નિરીક્ષકો, છ એએસઆઈ અને અન્ય સહાયક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. દરોડા દરમિયાન, મહાપાત્રના ઘરમાંથી આશરે 1.5 કરોડની રોકડ રકમ મળી આવી છે.