વૃદ્ધ દંપતી પુત્રના ઘરે રોકાવા જતા તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં, જૂના ચલણી સિક્કા અને રોકડ ઉસેડી ગયા: પોલીસ ડોગ સ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો સાથે દોડી, તસ્કરોનું પગેરું
Kotdasangani.તા.27
કોટડા સાંગાણીના વડિયા ગામે રહેતા વૃદ્ધ દંપતી રાજકોટ રહેતા પુત્રના ઘરે રોકાવા ગયા બાદ પરત ઘરે આવતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ બંધ મકાને નિશાન બનાવી અહીંથી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિત રૂ. 7.82 લાખની મત્તા ચોરી કરી ગયા હતા. કોટડા સાંગાણી પોલીસ સ્ટાફ ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો સાથે દોડી જાય તસ્કરોનું દબાવ્યું છે.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કોટડા સાંગાણી તાલુકાના વડિયા ગામે શિવ મંદિર પાસે રહેતા પ્રવિણસિંહ મંગળસિંહ જાડેજા (ઉ.વ.70) નામના વૃદ્ધના બંધ મકાનમાં તાળા તોડી તસ્કરોએ રૂપિયા 7.82 લાખની માતા ચોરી કરી ગયા અંગેની કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પત્ની સાથે નિવૃત્તિનું જીવન પસાર કરે છે. સંતાનમાં બે પુત્ર છે. જેમાં મોટો પુત્ર દિગ્વિજયસિંહ ગોંડલ અને નાનો પુત્ર યુવરાજસિંહ રાજકોટ રહે છે.
પ્રવિણસિંહ ગઈ તા. 18-8- 2026 ના સાંજના સાતેક વાગ્યે આસપાસ તે તથા તેમના પત્ની રાજકોટ રહેતા નાના પુત્ર યુવરાજસિંહના ઘરે રોકાવા માટે ગયા હતા. બાદમાં તારીખ 25-8- 2026 ના સાંજના આઠેક વાગ્યે અને ઘરે પરત ફરતા દરવાજો ખોલવા જતા નકુચો તૂટેલો હતો અને દરવાજામાં મારેલું તાળું પણ જોવા મળ્યું ન હતું. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો. કબાટમાં તિજોરીનું ખાનું પણ ખુલ્લું હોય અને બધી વસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હોય ચોરી થયા અને માલુમ પડ્યું હતું.ઘરમાં તપાસ કરતા કબાટમાં તિજોરીમાંથી સોનાના ઘરેણા 12.5 તોલા કિંમત રૂપિયા 6.62 લાખ તથા ચાંદીની નાનીમોટી ચીજ વસ્તુ 900 ગ્રામ કિંમત રૂપિયા 60,000, જુના ચલણી સિક્કા તથા રોકડ રૂપિયા 58,000 મળી કુલ રૂપિયા 7,82,500 ની મત્તા તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. જેથી આ અંગે ફરિયાદ નોંધાવતા કોટડા સાંગાણી પોલીસે ગુનો નોંધી બંધ મકાનને નિશાન બનાવનાર તસ્કરોનુ પગેરૂ દબાવ્યું છે .

