Russiaતા.15
રશિયાનો પહેલો AI-સંચાલિત હ્યુમનોઇડ રોબોટ, AIDOL, મોસ્કોમાં એક કાર્યક્રમમાં સ્ટેજ પર પડી ગયો, જ્યાં તેનો ડેમો લગભગ 50 પત્રકારો સમક્ષ કરવામાં આવી રહ્યો હતો.
ત્યારબાદ આયોજકોએ રોબોટને ઝડપથી અંદર ખેંચી લીધો અને બ્લેકઆઉટ પડદો લગાવ્યો હતું. તેમણે તેનું કારણ કેલિબ્રેશન અને લાઇટિંગ સમસ્યાઓ હોવાનું જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં, AIDOLને એક હેવીવેઇટ બોક્સિંગ મેચની જેમ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત ‘રોકી’ થીમ સંગીત વાગતાંની સાથે જ રોબોટ સ્ટેજ પર ચઢી ગયો અને પ્રેક્ષકોને હાથ હલાવ્યો, પરંતુ થોડી જ સેકન્ડોમાં તે ઠોકર ખાઈને પડી ગયો.
‘પહેલા તો શાંતિ રહી, પછી બધાએ સમર્થનમાં તાળીઓ પાડી,’ પ્રેક્ષકોમાં હાજર એડિનોરોગ મીડિયાના એડિટર-ઇન- ચીફ દિમિત્રી ફિલોનોવે કહ્યું. “પહેલાં તો શાંતિ હતી, પછી બધાએ તાળીઓ પાડીને સમર્થન આપ્યું.” આ રશિયાનો AI રોબોટનો પહેલો એવો જાહેર ડેમો હતો, જેમાં રોબોટને માનવ જેવું વર્તન કરતો દર્શાવાનો પ્રયત્ન કરાયો હતો’
‘રોબોટ હજુ શીખવાના તબક્કામાં છે,’ AIDOLના સીઈઓ વ્લાદિમીર વિટુખિને રશિયન સ્ટેટ ન્યૂઝ એજન્સી TASSને જણાવ્યું. ‘આશા છે કે આ ભૂલ એક અનુભવ બની જશે.’ ઘટના પછી કંપનીએ સ્પષ્ટતા કરી કે એ ન તો તકનિકી ખામી હતી કે ન તો ડિઝાઇન ફેલિયર.’
કંપનીએ એની વેબસાઇટ પર દાવો કર્યો છે કે, આ માનવીય રોબોટ ચાલી શકે છે, વસ્તુઓ સંભાળી શકે છે અને લોકો સાથે વાતચીત કરી શકે છે. ડેવલપર્સ કહે છે કે એ ઓટોમોટિવ ઉદ્યોગ, વેરહાઉસ, દવા અને મનોરંજનમાં ઉપયોગી થઈ શકે છે.
નોંધનીય છે કે, મોટાભાગના હ્યુમનોઇડ રોબોટ્સમાં ચહેરા હોતા નથી, પરંતુ AIDOL એ માનવ જેવા ચહેરા વિકસાવવામાં ભારે રોકાણ કર્યું છે. કંપનીનું ધ્યાન AI-મૂર્તિમંત મશીનો પર છે, એટલે કે એવા મશીનો જે AI ને ભૌતિક શરીરમાં સમાવિષ્ટ કરે છે.
કંપનીએ પોતાની વેબસાઇટ પર દાવો કર્યો છે કે, આ માનવીય રોબોટ ચાલી શકે છે, વસ્તુઓ સંભાળી શકે છે અને લોકો સાથે વાતચીત કરી શકે છે. વૈશ્વિક હ્યુમનોઇડ માર્કેટઃ ઇન્વેસ્ટમેન્ટ અને કોમ્પિટિશન વિશ્વભરમાં હ્યુમનોઇડ રોબોટ્સ માટેની સ્પર્ધા ગરમ થઈ રહી છે. 2024 સુધીમાં આ ટેકનોલોજીમાં 1.6 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું,

