Porbandar,તા.11
ગઈકાલે કેન્દ્રીય રમત ગમત મંત્રી, પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને મળવા પહોંચ્યા હતા. તે સમયે તેમણે આવકારવા માટે નાસ્તો અપાયો હતો જેમાં સમોસા પીરસવામાં આવ્યા હતા.
હાલમાં જ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સમોસાને સ્વાસ્થ્ય માટે એલર્ટની કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારે તે જ સમોસા અને લીલી ચટણી પીરસવામાં આવી હતી. જે મેનું આશ્ર્ચર્ય જગાડતું હતું.