Saudi Arabia,તા.16
સાઉદી આરબ ભારત સહિત 14 દેશોનાં લોકો માટે ઉમરા, બિઝનેસ અને ફેમિલી વિઝા પર અસ્થાયી રોક લગાવી દીધી છે. તેમણે મકકા પાસે મીનામાં પ્રાઈવેટ ટુર ઓપરેટરો માટે અનામત જગ્યાઓ પણ ખતમ કરી દીધી છે. જેને લઈને 52000 થી વધુ ભારતીયોની હજ યાત્રા પર સંકટના વાદળ છવાઈ ગયા છે.
આ મામલામાં જમ્મુ-કાશ્મીરથી લઈને તમિલનાડૂ સુધીનાં મુખ્યમંત્રીઓએ સરકારને અનુરોધ કર્યો છે કે, તેઓ આ મામલામાં દખલ દે.જયારે લઘુમતી મામલાનાં મંત્રાલયે કહ્યું છે કે, ટુર ઓપરેટરોએ સમયસર પગલાં ન ઉઠાવ્યા, પરંતુ સરકારના દખલ દેવાથી હવે 10 હજાર યાત્રીઓ માટે માર્ગ બન્યો છે.
ઉમરા (તીર્થયાત્રા) બિઝનેસ અને ફેમિલી વિઝીટ વિઝા પર અસ્થાયી રોકના બારામાં સાઉદી અરબની હજ એન્ડ ઉમરા મિનિસ્ટ્રિના હવાલાથી કહેવામાં આવ્યું છે કે હજ યાત્રો દરમ્યાન અનધિકૃત લોકોનું આવવાનું રોકવા માટે આમ કરવામાં આવ્યુ છે.
કારણ કે અનેક લોકો ટુરીસ્ટ કે ઉમરા વિઝા પર આવીને નિશ્ર્ચિત સમય કરતા વધુ દિવસો રહે છે.બેફામ ભીડને લઈને ગત વર્ષે ભાગદોડમાં 1200 થી વધુ યાત્રીઓનાં મોત થયા હતા. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ અસ્થાયી રોક લગાવવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરનાં સીએમ ઉમર અબ્દુલ્લાએ એકસ પર લખ્યું છે-52000 થી વધુ ભારતીય શ્રધ્ધાળુઓ માટે હજ સ્લોટ રદ થવાનો રિપોર્ટ ખુબ જ ચિંતાજનક છે. આમાં ઘણાએ તો પેમેન્ટ પણ કરી દીધુ છે. મારો વિદેશમંત્રી ડો.એસ.જયશંકરને અનુરોધ છે કે તેઓ સાઉદી પ્રશાસનનો જલદી સંપર્ક કરે અને કોઈ રસ્તો કાઢે.
લઘુમતી મામલાનાં મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે સરકારે દખલ કરી છે તેથી સાઉદી અરબ ઓપરેટરો માટે હજ પોર્ટલ નુસુક બીજીવાર ખોલવા રાજી થઈ ગયુ છે. જેથી મીનામાં હાલ ઉપલબ્ધ જગ્યાઓનાં આધારે 10000 યાત્રીઓ જોડાયેલ કામ પુરૂ કરવામાં આવી શકે છે. સીજીએચઓને તરત પગલા ઉઠાવવાનો નિર્દેશ અપાયો છે.