Gandhinagar,તા.21
સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. શુક્રવારે નલિયામાં 6.4 જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું. આજે શનિવારે નલિયા-રાજકોટ-પોરબંદરમાં કોલ્ડવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં શુક્રવારે 13.4 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી પાંચ દિવસ 14 ડિગ્રીની આસપાસ લધુતમ તાપમાનનો પારો રહેશે.
હવામાન નિષ્ણાતોને મતે ક્રિસમસ બાદ 27 ડિસેમ્બરથી અમદાવાદમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગગડતાં ઠંડીનું જોર વધી શકે છે. આજે શનિવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 28.6 ડિગ્રી હતું. શુક્રવારે રાત્રિના અન્યત્ર જ્યાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં રાજકોટ, ભુજ, દાહોદ, અમરેલી, ડીસાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં 13.3 ડિગ્રી સરેરાશ લધુતમ તાપમાન નોંધાયું હતું.
ક્યાં વધારે ઠંડી
| શહેર | તાપમાન |
| નલિયા | 6.4 |
| રાજકોટ | 9.5 |
| ભુજ | 10.2 |
| દાહોદ | 11.2 |
| અમરેલી | 12.5 |
| ડીસા | 12.9 |
| ગાંધીનગર | 13.3 |
| અમદાવાદ | 13.4 |
| ડાંગ | 13.4 |
| કંડલા | 13.5 |
| જામનગર | 14.0 |
| પોરબંદર | 14.0 |
| વડોદરા | 14.6 |
| ભાવનગર | 15.4 |
| સુરત | 16.8 |

