Rajkot, તા.1
સૌરાષ્ટ્ર-કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. 29/12/2024 ને રવિવારે સાંજે સ્નેહમિલન, સમાજની વિધવિધ ક્ષેત્રની પ્રતિભાનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમ મા સમાજની વિધવિધ ક્ષેત્રની પ્રતિભાઓ ડો. કે.એલ.એન. રાવ (IPS)(જેલ અધિક્ષક – ગુજરાત રાજ્ય), મનિષ ગઢવી, વિજય ડોબરિયા, રાજુભાઈ ગિડા, ડો. દિશા ભાટે, તથા કિરણબેન સરવૈયાને પોતાની અલગ અલગ કામગીરી સંદર્ભે સન્માનવામાં આવેલ.
આ તકે અમૃત ગઢિયા (શાપર-વેરાવળ એસોસિયેશન ના પ્રમુખ), ગણેશ ઠુમ્મર (ઉદ્યોગ ભારતી – સૌરાષ્ટ્ર ઝોન ના પ્રમુખ), નરેશ શેઠ (આજી GIDC ના પ્રમુખ) તથા મયુર આડેશરા (જેમ્સ એન્ડ જવેલરી એશોસિયેશન ના પ્રમુખ) સહિત વિધવિધ અસોસિયેશનના પ્રમુખની ખાસ ઉપસ્થિતી રહી હતી.
કાર્યક્રમની શરુઆતમાં ભારતનાં ભુતપુર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને શ્રધ્ધાંજલી આપી બે મિનિટનું મૌન પાડવામાં આવેલ. આ કાર્યક્રમને સફલ બનાવવા પ્રમુખ નલિન ઝવેરી નાં નેતૃત્વમાં સંજય લાઠીયા, જીતેન રવાણી, રાજેશ રાણપરિયા, સ્મિત કનેરિયા, ફેનિલ મેહતા, મૌતીક ત્રિવેદી, જીતેન ઘેટિયા, ધવલ મેહતા, ડો. ભાવેશ સચદે, રિતેશ પાલા, સુરેશ પટેલ, રોનક નસિત, સંજય મેહતા, રાજેશ કુકડિયા, મહેશ સોનપાલ, બિપીન ખોખાણી, વાસુભાઈ લુંધ, હશમુખ કોટેચા, વિનુભાઈ વેકરિયા, મયંક એચ. વ્યાસ, જે.એન. પરમાર, નિલેશ ગૌસ્વામી, પ્રદિપ મેહતા, પ્રકાશ ઠક્કર, અશિષ પટેલ, ચંદ્રેશ ઘેલાણી, વિશ્વેષ વોરા, બી.કે.શાહ, મિલિંદ ગગલાણી, અમિત દેસાઇ, નલિન અસોદીયા, લાખાભાઇ કનારા, કુલદીપસિંહ સોલંકી સહિતનાં સભ્યોએ જહેમત ઉઠાવેલ.