Kutch,તા.29
ગુજરાત સહિત દેશભરમાં હાલ ગરમીનો પારો સાતમા આસમાને છે. એવામાં 46 ડિગ્રી તાપમાન સાથે રાજકોટમાં 133 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો છે. જોકે, રાજકોટવાસીઓને હજુ રાહત નહીં મળે. કારણ કે, હવામાન વિભાહ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર, મંગળવારે (29 એપ્રિલ) રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. જ્યારે કચ્છ-મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
30 એપ્રિલે ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે. કારણ કે, બુધવારે પણ રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના ત્રણ જિલ્લા કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ 5 મે સુધી રાજ્યમાં હીટવેવનું કોઈ એલર્ટ નથી.