Rajkot,તા.4
આજરોજ પણ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ નહિવત રહેવા પામ્યુ હતું.માત્ર નલિયા ખાતે 9-ડિગ્રી સાથે તિવ્રઠંડી અનુભવાઈ હતી.જયારે આજરોજ રાજકોટ શહેરમાં 14.2,પોરબંદરમાં 15, વેરાવળમાં 19.3, તથા અમદાવાદમાં 14.1, અમરેલીમાં 15.5, વડોદરામાં 13, ભાવનગરમાં 15.2, ભુજમાં 13.4, દમણમાં 15.2, ડિસામાં 13.3, દિવમાં 14.8, દ્વારકામાં 18.8, કંડલામાં 16.2, ઓખામાં 19.6, સુરતમાં 16.8, તેમજ વેરાવળમાં 19.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
જયારે જામનગર શહેરમાં આંશિક ઘટાડા સાથે લઘુતમ તાપમાન 14 ડીગ્રી જ્યારે 1.5ડીગ્રી વધીને મહત્તમ તાપમાન 28 ડીગ્રી નોંધાયું હતું.પવનની ગતિ પ્રતિકલાક 2.9 કિમિ રહી છે.પવનની ગતિમાં અને લઘુતમ તાપમાનમાં આંશિક ધટાડો થતા ઠડીમાં રાહત અનુભવી હતી.
શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 93 ટકા રહ્યું હતું. આથી સવારે ગાઢ ધૂમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ધોરીમાર્ગો પર ધૂમ્મસ વધુ રહેતા વિઝિબિલિટી ઘણી જ ઘટી જવા પામી હતી.
આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય સર્જાય તે માટે વાહનચાલકોએ તેમના વાહનની ગતિ ધીમી રાખવાની સાથે હેડલાઈટ પણ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વહેલી સવારે થયેલી ઝાકળવર્ષાથી માર્ગો ભીના થઈ ગયા હતાં.