Savarkundla, તા.16
આઇ.સી.ડી.એસ વિભાગ સાવરકુંડલા દ્વારા નિવૃત્ત થયેલ અને રાજીનામા આપેલ તમામ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો ને ગ્રેજ્યૂટી એક્ટ ઓગણીસો બોતેર અંતર્ગત ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્ર્મ નાં અધ્યક્ષ અને સાવરકુંડલા લીલીયા મત વિસ્તારનાં ધારા સભ્ય મહેશભાઈ કસવાલા તાલુકા પંચાયતનાં પ્રમુખ જીતુભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાથો સાથ આ તકે અમરેલી જિલ્લા પંચાયત નાં આઇ.સી.ડી.એસ વિભાગ નાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન મુલતા નગર પાલિકા નાં પ્રમુખ મેહુલભાઇ ત્રિવેદી સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ જિલ્લા પંચાયત નાં સદસ્ય લાલભાઈ મોર શરદભાઈ ગોદાની તેમજ માજી તાલુકા પંચાયત પ્રમુખ મનુભાઈ ડાવરા તેમજ તાલુકા પંચાયત નાં સદસ્યયોની હાજરીમાં સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમ નું એંકરિંગ આઇ.સી.ડી.એસ.વિભાગ નાં ડીસ્મુ બ્લોક કો ઓર્ડીનેટર મુસ્તાકભાઈ મહેતર દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા સમગ્ર આઇ.સી.ડી.એસ.વિભાગ નાં મુખ્ય સેવિકા બહેનો તેમજ સ્ટાફ ભાઈઓ બહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.