Savarkundla,તા.01
સાવરકુંડલા તાલુકાના જીરા અને લિલિયા તાલુકાના આંબા ગામને જોડતા શેત્રુંજી નદી ઉપર ૬ કરોડના ખર્ચે બનનાર બ્રિજનું આજ રોજ ઘારાસભ્ય શ્રી કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રસંગે ઘારાસભ્યશ્રી કસવાળાએ જણાવ્યું હતું કે, ” સાવરકુંડલા તેમજ લિલિયા તાલુકાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીએ.” આ બ્રિજના નિર્માણથી ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અવરજવર વધુ સરળ બનશે, ખાસ કરીને ખેતી, વેપાર, આરોગ્ય સેવા અને શિક્ષણ ક્ષેત્રે લોકોને ગતિશીલતા મળશે. બંને તાલુકાના લોકો વચ્ચેના દૈનિક વાણિજ્ય અને સામાજિક વ્યવહારોમાં પણ મહત્વપૂર્ણ વધારાની શક્યતા છે. આ બ્રિજના નિર્માણથી ખાસ કરીને કૃષિ આધારિત પરિવારોને બજારમાં સરળ પ્રવેશ મળશે અને ગામડાઓ વચ્ચેના વ્યાપાર વ્યવહારો વધુ સક્ષમ બનશે તેમજ ચોમાસા દરમિયાન નદીમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે. આ ઉપરાંત, ખેડૂતોને પણ પોતાના ખેતરોમાં જવા-આવવા માટે સરળતા રહેશે
આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઇ કાછડીયા, લિલિયા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ કાનજીભાઈ નાકરાણી,જીલ્લા પંચાયતના સિંચાઈ સમિતિ ચેરમેન લાલભાઈ મોર,સદસ્ય રાહુલભાઈ રાદડિયા , ,તાલુકા ભાજ૫ પ્રમુખશ્રી રજનીભાઇ ડોબરીયા, લિલિયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ , સાવરકુંડલા તાલુકા ભાજ૫ મહામંત્રીશ્રી મુકેશભાઇ આદ્રોજા મંત્રી મહેશભાઈ ભાલાળા,જયેશભાઈ મહેતા,જીરા સરપંચ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડિયા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ લલીતભાઈ બાલધા તથા તાલુકા ભાજ૫ના તમામ હોદેદારશ્રીઓ તથા સ્થાનિક ગામોના, તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. બધાએ સરકારના વિકાસલક્ષી અભિગમ અને ઘારાસભ્યશ્રીના પ્રયત્નોને વખાણી હતી.સ્થાનિક નાગરિકો અને આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો અને સર્વે લોકોએ જિલ્લા અને રાજ્ય સરકારના આ પ્રયાસોની સરાહના કરી. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.