Jamnagar તા ૨૬,
જામનગરના લાલપુર બાયપાસ થી ઠેબા ચોકડી વચ્ચે માર્ગ પર ગઈકાલે મોડી રાત્રે ૦૩:૦૦ વાગ્યા આસપાસ કેટલાક નબીરાઓના સ્ટંટ કરતા વીડિયો ફરી એકવાર સામે આવ્યા છે.
આ નબીરાઓ બાઇક અને સ્કૂટર પર બેફામ સ્પીડે ચલાવીને સ્ટંટ કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.
બેફામ સ્પીડ અને જોખમી સ્ટંટના કારણે આસપાસ થી પસાર થતા લોકોનાં જીવ તાળવે ચોંટી જાય તેવી સ્થિતિ પેદા થઇ હતી. જામનગરમાં આ નબીરાઓને કોઇ પણ પ્રકારનો ડર નથી રહ્યો. જામનગરના પોલીસ તંત્રએ આવા સ્ટંટબાજોને ઝડપી લઇ તેઓ સામે કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે.