Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!
    વ્યાપાર

    ઇન્ડેક્સ આધારિત શેરોમાં નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 18, 2025No Comments6 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૦૬.૨૦૨૫ ના રોજ…

    બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૮૩ સામે ૮૧૩૧૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૨૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૪૪૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

    નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૬૮ સામે ૨૪૮૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૮૬ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૪૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૨૬ પોઈન્ટ બંધ થયેલ..!!!

    સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

    સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્વ મામલે ઈરાને યુદ્વનો અંત લાવવા વાટાઘાટ માટે તૈયારી બતાવતાં સંકેત આપીને સાઉદી અરેબિયા સહિતના દેશોની મધ્યસ્થીમાં ફરી ન્યુક્લિયર ડિલ કરવા સંમત હોવાના અહેવાલો સામે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી નાગરિકોને તહેરાન છોડવા તાકીદ કરતાં અને જી-૭ દેશોની મીટિંગથી વહેલા અમેરિકા પરત ફરતાં આજે ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી.

    આગામી દિવસોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેવો વ્યુહ અપનાવશે એના પર વિશ્વની નજર સાથે આજે ક્રુડ ઓઈલના ભાવ પણ એકથી દોઢ ડોલર વધી આવ્યા સાથે યુરોપના બજારોમાં નરમાઈ અને હજુ અનિશ્ચિતતાએ ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું.

    કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ફાર્માસ્યુટીકલ પર ટૂંકમાં ટેરીફ લાદવામાં આવશે એવા સંકેતો આપતા આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઉંચકાતા રૂપિયો તૂટયો હતો, જયારે ક્રૂડઓઈલના વધીને ઉંચામાં બેરલના ૭૫ ડોલર થયા હતા.

    સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૩૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને બેન્કેકસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.

    બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૪૪૮ અને વધનારની સંખ્યા ૧૫૩૨ રહી હતી, ૧૩૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૮ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

    બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઇન્ડસઇન્ડ બેન્ક ૫.૧૨%, ટાઈટન કંપની લિ. ૧.૯૯%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૨૪%, મારુતિ સુઝુકી ૧.૧૨%, એશિયન પેઈન્ટ ૦.૭૪%, ભારતી એરટેલ ૦.૫૪%, ઝોમેટો લિ. ૦.૪૭%, એકસિસ બેન્ક ૦.૩૫%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૨૯% અને એચડીએફસી બેન્ક ૦.૨૨% વધ્યા હતા, જયારે ટીસીએસ લિ. ૧.૭૯%, અદાણી પોર્ટ ૧.૫૫%, હિન્દુસ્તાન યુનીલીવર ૧.૩૫%, બજાજ ફિનસર્વ ૧.૧૬%, નેસ્લે ઇન્ડિયા ૦.૯૫%, એનટીપીસી લિ. ૦.૮૫%, એચસીએલ ટેકનોલોજી ૦.૮૪%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૭૭% અને ટાટા મોટર્સ ૦.૭૩% ઘટ્યા હતા.

    બજારની ભાવિ દિશા…. મિત્રો, ઇઝરાયલે ઈરાનના તહેરાન પર મિસાઇલ હુમલો કર્યા બાદ મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. તેની અસર વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પર પણ જોવા મળી રહી છે. માત્ર બે દિવસમાં, બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૦ ડોલર વધીને ૭૫ ડોલર થયો છે. ભારત જેવા દેશો, જે તેમની ૮૫% ઇંધણ જરૂરિયાતો આયાત દ્વારા પૂરી કરે છે, તેમને આની સીધી થશે. મધ્ય પૂર્વમાં ભારે તણાવનાં કારણે જ્યારે ક્રૂડ ઓઈલમાં અંદાજીત ૧૨% નો ઉછાળો જોવા મળ્યો છે, ત્યારે આરબીઆઈ દ્વારા આ ઉછાળાને નિયંત્રિત કરવા માટે ડોલર વેચ્યા હતા.

    ઈરાને પણ આ હુમલાનો જવાબ આપતા હવે મધ્ય પૂર્વમાં લાંબા ગાળાના યુદ્ધનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેના કારણે વૈશ્વિક ધોરણે ક્રૂડ ઓઈલના સપ્લાયમાં અવરોધો આવી શકે છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટનો પણ સમાવેશ થાય છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવની સીધી અસર ક્રૂડ ઓઈલ પર પડશે અને તે નિશ્ચિત છે કે તેની અસર ભારત જેવા દેશો પર પડશે જે તેના મોટા આયાતકાર છે. એવામાં જો ક્રૂડના ભાવમાં વધે છે, તો ભારતની વેપાર ખાધમાં વધારો થશે જ, પરંતુ રૂપિયા પર પણ ભારે દબાણ આવશે અને આગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે જેની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી શકે છે.

    તા.૧૯.૦૬.૨૦૨૫ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે…

    • તા.૧૮.૦૬.૨૦૨૫ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૨૪૮૨૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટના પ્રથમ અને ૨૫૦૮૮ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૨૪૭૩૭ પોઈન્ટ થી ૨૪૬૭૬ પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર ૨૫૦૮૮ પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ….!!!

    હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ

    • અદાણી પોર્ટ્સ ( ૧૩૭૪ ) :- પોર્ટ એન્ડ પોર્ટ સર્વિસ સેકટરની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૨૫૫ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૩૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૩૮૮ થી રૂ.૧૩૯૪ નો આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૪૦૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!
    • ભારત ફોર્જ ( ૧૨૯૯ ) :- રૂ.૧૨૭૦ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૪૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૩૧૮ થી રૂ.૧૩૩૦ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે…!!
    • વોલ્ટાસ લિ. ( ૧૨૬૮ ) :- રૂ.૧૨૩૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૧૭ બીજા સ્ટ્રોંગ સપોર્ટથી હાઉસહોલ્ડ એપ્લાયેન્સીસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૨૮૦ થી રૂ.૧૨૯૩ આસપાસ તેજી તરફી રુખ નોંધાવે તેવી શક્યતા છે…!!
    • ગોદરેજ કન્ઝ્યુમર ( ૧૧૯૫ ) :- પર્સનલ કેર સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૦૮ થી રૂ.૧૨૧૨ ના ભાવ સપાટીની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૧૧૫૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • ઓરબિન્દો ફાર્મા ( ૧૧૦૬ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફાર્મા સેક્ટરનો ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૦૭૪ નાં સ્ટોપલોસને ધ્યાને લઈ તેજી તરફી રૂ.૧૧૨૩ થી ૧૧૩૦ આસપાસ ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • હેવેલ્સ ઈન્ડિયા ( ૧૫૩૦ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૫૬૩ આસપાસ વેચવાલી થકી રૂ.૧૫૦૫ થી રૂ.૧૪૯૦ ના નીચા મથાળે ભાવ સપાટીની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૫૮૦ નો સ્ટોપલોસ ખાસ ધ્યાને લેવો..!!
    • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૪૩૩ ) :- રૂ.૧૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝિશનની શક્યતાએ આ સ્ટોક રૂ.૧૪૬૦ ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.૧૪૦૪ થી રૂ.૧૩૯૦ નો ભાવ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૪૭૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
    • ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી ( ૧૩૧૫ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૧૩૬૦ આસપાસનાં સ્ટોપલોસથી પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૧૨૯૭ થી રૂ.૧૨૮૦ ના ભાવની આસપાસ રેન્જ બાઉન્ડ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!!
    • એક્સીસ બેન્ક ( ૧૨૨૦ ) :- પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૨૪૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૦૩ થી રૂ.૧૧૯૦ ના ભાવ સપાટી આસપાસ ટ્રેડીંગ રેન્જ ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૨૬૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
    • એસબીઆઈ કાર્ડ્સ ( ૯૭૩ ) :- રૂ.૯૯૪ આસપાસ ઓવરબોટ પોઝીશન સ્થિતિ નોંધાવતા આ સ્ટોક રૂ.૧૦૦૩ ના સ્ટોપલોસે આ સ્ટોક રૂ.૯૬૦ થી રૂ.૯૩૭ નો ભાવ આસપાસ સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૧૪ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

    ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.inને આધીન…!!!

    Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in

    BSE Sensex Indian Stock Market Nifty future Sensex
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Indiaમાં માર્ચમાં Credit Card દ્વારા થતો ખર્ચ 24% વધ્યો: 2,194 અબજ સુધી પહોંચ્યો

    April 29, 2026
    વ્યાપાર

    ભારતીય શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે રેન્જ-બાઉન્ડ મૂવમેન્ટ…!!!

    April 28, 2026
    વ્યાપાર

    ઘરેણાં કરતા Gold ETF પર રોકાણકારોનો વધ્યો વિશ્વાસ

    April 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Bitcoin Conferenceમાં મહેમાનોનું સ્વાગત કરતો જોવા મળશે હ્યુમનોઇડ રોબોટ ‘મેલોડી’

    April 28, 2026
    રાષ્ટ્રીય

    બેન્કોએ સંભવિત ધિરાણ-નુકશાનીની આગોતરી જોગવાઈ કરવી પડશે: RBI

    April 28, 2026
    લેખ

    Zeptoનો પ્રસ્તાવિત IPO ફક્ત નાણાકીય ઘટના નથી; તે ભારતના આર્થિક ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ વળાંક છે.

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.