New Delhi, તા.૯
આજે શનિવારે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણા અન્ય મહાનુભાવોએ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમને દર્શાવતા આ તહેવાર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ આજે ૭ લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને આવેલી ઘણી શાળાની છોકરીઓ અને ઘણી સાધ્વીઓ પાસેથી રાખડી પણ બાંધી હતી. લોક કલ્યાણ માર્ગ પર આવેલા પીએમ નિવાસસ્થાને મોટી સંખ્યામાં શાળાની છોકરીઓએ ઁસ્ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી હતી. આ દરમિયાન પીએમએ વિદ્યાર્થીઓ સાથે હસી-મજાક પણ કરી હતી.