૨૦૨૪માં આ કાર કંપનીઓએ નવી ૫૦,૦૦૦ કારનું વેચાણ કર્યું છે, જૂની ૮૦,૦૦૦ લક્ઝરી કારનું વેચાણ
New Delhi, તા.૧૩
ભારતમાં કારના માર્કેટમાં એક અલગ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. લક્ઝરી કાર કંપનીઓએ ૨૦૨૪માં તેમની નવી કાર કરતાં સેકન્ડ-હેન્ડ કારનું વધુ વેચાણ કર્યું છે. આ ટ્રેન્ડ માટે ઇકોનોમી જવાબદાર છે, પરંતુ હવે એમાં કાર બનાવતી કંપનીઓ દ્વારા પણ પોતાનો ફાયદો શોધી લેવામાં આવ્યો છે.
એક રિપોર્ટ મુજબ ભારતમાં પહેલી વાર એવું થયું છે કે લક્ઝરી કાર બનાવતી કંપનીઓએ તેમની નવી કાર કરતાં જૂની કારનું વેચાણ વધુ કર્યું હોય. ૨૦૨૪માં આ કાર કંપનીઓએ નવી ૫૦,૦૦૦ કારનું વેચાણ કર્યું છે, જ્યારે જૂની ૮૦,૦૦૦ લક્ઝરી કારનું વેચાણ થયું છે. આ વેચાણ પ્રીમિયમ ઓટોમોબાઇલ માર્કેટમાં એક ખૂબ જ મોટો બદલાવ છે.
પહેલાં થોડા વર્ષોની અંદર લક્ઝરી કારની વેલ્યુ ખૂબ જ ઘટતી જોવા મળે છે. આથી લાંબા સમય સુધી કારનો ઉપયોગ કરનારા હવે નવી કાર ખરીદવાની જગ્યાએ સેકન્ડ-હેન્ડ કાર ખરીદે છે. આ પ્રકારની કાર તેમને ખૂબ જ સસ્તામાં મળી જાય છે અને તેમ છતાં પ્રીમિયમ ફીચર્સનો ઉપયોગ કરી શકે છે. લક્ઝરી કાર બ્રેન્ડ મ્સ્ઉ, મર્સીડિઝ-બેન્ઝ, વોલ્વો અને આઉડી જેવી કંપનીઓએ સેકન્ડ-હેન્ડ કારને સર્ટિફાઈડ કરી અને આકર્ષક ફાઇનાન્સ સ્કીમ આપી વેચવાનું શરૂ કર્યું છે. આ કારની વોરન્ટી પણ હોય છે, તેથી લોકો હવે સેકન્ડ-હેન્ડ કાર ખરીદવા તરફ વધુ આકર્ષાઈ રહ્યાં છે.
લક્ઝરી કાર ખરીદનારા વ્યક્તિઓની એવરેજ ઉંમર હવે ૩૫-૪૦ વર્ષ છે. મોટાભાગના યુવાનો હવે લક્ઝરી કારમાં ખૂબ જ રસ દેખાડી રહ્યાં છે. તેમને આ કાર તો જોઈએ છે, પરંતુ તેઓ વધુ પૈસા ખર્ચવા માંગતા નથી. આથી સ્ટેટસ સિમ્બોલ માટે ખરીદનારા વ્યક્તિ નવી કાર કરતાં સેકન્ડ-હેન્ડ કારને પસંદ કરી રહ્યાં છે.