New York, તા.7
અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ બેન્ક માંગવી સ્ટેનલીનું માનવું છે કે, ભારત 2025માં સૌથી વધુ સારું પ્રદર્શન કરનાર ઉભરતા બજારોમાંથી એક થઈ શકે છે. તેના માટે ભારતીય કંપનીઓની સ્ટ્રોંગ અર્નીંગ, સ્થિર મેક્રોઈકોનોમીક સ્થિતિ અને ઘરેલુ રોકાણનો હાથ છે.
તેનું અનુમાન છે કે, સેન્સેકસ આગામી વર્ષમાં 105000 લેવલને સ્પર્શી શકે છે. ડિસેમ્બર 2025 સુધીમાં સેન્સેકસના 105000 સુધી પહોંચવાની 30 ટકા સંભાવના છે, જયારે સામાન્ય સ્થિતિમાં તે 93000ના સ્તર પર રહી શકે છે.
મોર્ગન સ્ટેનલીના રિધમ દેસાઈએ જણાવ્યું હતું કે, અમારું બીએસઈ સેન્સેકસનું લક્ષ્ય 93000 છે, જે ડિસેમ્બર 2025 સુધીમાં 14 ટકાનો ગ્રોથ દર્શાવે છે.