Rice સદીઓથી જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન છે ૨૦૨૩માં ફસલ ઓછી થઈ ૨૦૨૪માં ભૂકંપની ભીતિને લીધે ખરીદી એકદમ વધી ગઈ
Japan તા.૨૪
જાપાનમાં આજકાલ Riceની ગંભીર કટોકટી ઊભી થઈ છે. શુક્રવારે તા. ૨૩ મેના દિવસે પ્રસિદ્ધ કરાયેલા મોંઘવારીના આંકડા ઉપરથી જાણવા મળ્યું છે કે ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષે Riceની કિંમતમાં ૯૮ ટકા વધારો થયો છે, એટલે કે ભાવ લગભગ બમણાં થઈ ગયા છે. આ કટોકટી હલ ન થઈ શકતાં ખાદ્યાન્ન મંત્રીને ત્યાગપત્ર આપવું પડયું છે સાથે વડાપ્રધાન શિગેરૂ ઈશિબા માટે આ કટોકટી માથાનો દુઃખાવો બની ગઈ છે. આ અચાનક ભાવ વૃદ્ધિનાં ૪ મુખ્ય કારણો છે (૧) પહેલું કારણ તે છે કે, ૨૦૨૩માં રેકોર્ડ ગરમીને લીધે Riceનું ઉત્પાદન ઘટી ગયું છે. (૨) બીજું કારણ તે છે કે ૨૦૨૪માં ભૂકંપની ચેતવણીથી લોકોએ ગભરાટમાં મોટા પાયે Riceની ખરીદી શરૂ કરી હતી. જાપાનમાં મુખ્ય ખાદ્યાન્ન જ Rice છે. તેથી તેનો સંગ્રહ કરવા પડાપડી થઈ હતી. (૩) વધુ કારણ તે છે કે જાપાનમાં પર્યટકોની સંખ્યા ખૂબ વધી છે. તેઓ Rice અને સુશીની ડીશ બીજી કોઈ પણ ડીશ કરતાં વધુ પસંદ કરે છે તેથી Riceની માંગ વધી જતાં ભાવ વધી જાય તે સહજ છે. વળી સંઘરાખોરી પણ થાય છે. જાપાનમાં સરકારે જ Riceને બદલે અન્ય ફસલ ઉગાડવા ઉપર ભાર મુક્યો છે તેથી Riceનું ઉત્પાદન ઘટયું છે. Rice ઉગાડનાર ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે, તેના પુત્રોને ખેતીમાં રસ નથી તેથી Riceનું વાવેતર જ ઘટયું છે. ૬૦ ટકા ખેડૂતો વૃદ્ધ થઈ ગયા છે. ૭૦ ટકાને તો કોઈ તેવો ઉત્તરાધિકારી નથી કે જે ખેતી સંભાળવા તૈયાર થાય. ૯૦ વર્ષના Riceના વેપારી જેઓ ત્રણ પેઢીથી જથ્થાબંધ Riceની દુકાન ચલાવે છે તેમણે કહ્યું હતું કે જાપાની અધિકારીઓ જ Riceનું ઉત્પાદન કરવાને બદલે અન્ય અનાજનું ઉત્પાદન કરવા કહેતા હતા તેથી Riceનું ઉત્પાદન ઘટયું છે. આવા મુખ્ય કારણોસર Riceની તંગી ઉભી થઈ છે.