Morbi,તા.17
મોરબીમાં તંત્ર એટલી હદે નીમ્ભર બની ગયું છે કે અરજદારોને રજૂઆત કર્યે કામ થતા ના હોય તાજેતરમાં નાગરિકો ચક્કાજામ કરી પોતાની માંગણી મુકતા જોવા મળી રહ્યા છે અધિકારીઓ કેટલી હદે નીમ્ભર છે એનું જીવંત ઉદાહરણ આજે તાલુકા સેવા સદન બહાર જોવા મળ્યું હતું જ્યાં કોર્ટ અને સરકારી તાલુકા સેવા સદન આવેલ છે તે સેવા સદન ગેટ પાસે ગટરના ગંદા પાણીના તલાવડા ભરાયા હતા
મોરબી તાલુકા સેવા સદનમાં ગ્રામ્ય મામલતદાર સહિતના અધિકારીઓ બેસતા હોય છે તેમજ બાજુમાં કોર્ટ પણ આવેલી છે ગટરના ગંદા પાણી ઉભરાતા તાલુકા સેવા સદન અને કોર્ટમાં જવા ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું સરકારી અધિકારીઓ, વકીલો, અરજદારો સહિતનાઓને હાલાકી સહન કરવી પડી હતી અધિકારીઓ જ્યાં બેસતા હોય તે કચેરી બહાર જ ગટરના ગંદા પાણી ઉભરાતા હોય તો પછી નાગરિકોના રહેણાંક વિસ્તારમાં ઉભરાતી ગટરથી આ અધિકારીઓને કેટલો ફર્ક પડતો હશે તે સમજી સકાય તેવી વાત છે