New Delhi, તા.6
એન્ફોર્સમેન્ટ ડાયરેકટરેટ (ઈડી)ના એકશન બાદ કંપની મામલાના મંત્રાલયે અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપના મામલામાં તપાસ શરૂ કરી દીધી છે. મંત્રાલયે સીરીયલ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફિસ (એસએફઆઈઓ)ને તપાસની જવાબદારી સોંપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ તપાસ ગ્રુપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચર અને રિલાયન્સ કોમ્યુનીકેશન્સ સહિત અનેક કંપનીઓમાં બેન્કોમાંથી લેવામાં આવેલ કરજની કથિત હેરાફેરીને શરૂ થઈ ગઈ છે.
આ સપ્તાહે ઈડીએ એન્ફોર્સમેન્ટ ડાયકટરેટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી, તેમની ગ્રુપ કંપનીઓ અને સંબંધીત એકમો સાથે જોડાયેલ 7500 કરોડ રૂપિયાથી વધુની સંપતિ જપ્ત કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રારંભીક તપાસમાં ફંડને પ્રારંભીક તપાસમાં ફંડને કથિત રીતે ગેરકાયદે ટ્રાન્સફર કરવાની બાબતનો પતો મળ્યો હતો, ત્યારબાદ આગળની તપાસની જવાબદારી એસએફઆઈઓને આપવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે આ કંપની તરફથી કંપનીઝ એકટની જોગવાઈઓના કથિત ભંગની તપાસ પણ થશે.
રિલાયન્સ રિયલ્ટીને NCLAT નો ઝટકો
નવી દિલ્હીઃ અપીલીય ટ્રીબ્યુનલ એમસીએલએટીએ રિલાયન્સ રિયલ્ટીની એક અપીલ ફગાવી દીધી હતી. રિલાયન્સ રિયલ્ટી કરજમાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનીકેશન્સ અંતર્ગત આવતી એક કંપની છે. કંપનીએ પોતાની અરજીમાં ઈન્ડીપેન્ડન્ટ ટીવી પાસેથી ભાડુ અને સંપતિ વસુલવાની માંગ કરી હતી.
ડીટીએચ બિઝનેસ કરનારી ઈન્ડીપેન્ડન્ટ ટીવી હવે લિકવીડેશન (કંપનીની સંપતિઓ વેચીને કરજ ચૂકવવાની પ્રક્રિયા)માંથી પસાર થઈ રહી છે. નેશનલ કંપની લો અપીલીય લો અપીલીય ટ્રીબ્યુનલ (એનસીએલએટી) એ એનસીએલટીની મુંબઈ બેન્ચના જૂના આદેશને સાચો ઠેરવ્યો છે.

