Mumbai,તા.6
બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન લાંબા સમયથી કામથી દૂર છે. ખરેખર, ખંભાની ઈજાને કારણે, ડોકટરોએ તેને આરામ કરવાની સલાહ આપી હતી. આ પહેલાં તે કિંગ ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત હતો. પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે શાહરૂખ કામ પર પરત ફર્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેતા શાહરૂખ ખાને પોતાની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ ફરી શરૂ કરી દીધું છે.
તાજેતરમાં જ તેણે પોતાની ફિલ્મનાં શૂટિંગમાંથી થોડા દિવસ માટે બ્રેક લેવો પડ્યો હતો. ખરેખર, તેનાં ખંભા પર ઈજા થઈ હતી, જેનાં માટે તેણે સર્જરી કરાવવી પડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ આ ફિલ્મનાં સેટ પર જોવા મળ્યો છે. તેનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ ફિલ્મથી શાહરૂખની દીકરી સુહાના ખાન પણ પોતાનાં બોલિવૂડ ડેબ્યૂ કરવા જઈ રહી છે. શાહરૂખ ખાન પોતાની દીકરીના ડેબ્યૂને લોકો માટે મોટી સરપ્રાઈઝ બનાવવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે તે પોતે પણ આ ફિલ્મનો હિસ્સો બની ગયો છે.
આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન અને રાની મુખર્જી પણ છે. આ સાથે જ ફિલ્મનાં સેટ પરથી લીક થયેલાં ફોટોમાં શાહરૂખનો લુક પણ એકદમ અલગ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલાં ફોટોઝમાં શાહરૂખ તો દૂર જોવા મળી રહ્યો છે, પરંતુ તેના વાળનો કલર બદલાઇ ગયો છે.
તેનાં વાળ ભૂખરાં દેખાય છે. શાહરૂખ ખાન પોતાની પુત્રીનાં બોલિવૂડ ડેબ્યૂને લઇને ઉત્સાહિત છે અને લોકો માટે તેને મોટું સરપ્રાઇઝ બનાવવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે તે પોતે પણ આ ફિલ્મનો હિસ્સો બની ગયો છે.