Mumbai,તા.20
બોલિવૂડમાં અભિનેતા શાહરૂખ ખાનને બાદશાહ તરીકે ઓળખવામાં આવે છે.હાલમાં જ શાહરૂખે ફિલ્મ જવાન માટે નેશનલ ઍવોર્ડ જીત્યો હતો. આ એચિવમેન્ટથી શાહરૂખના ચાહકો તો ખુશ છે પણ અમુક ચાહકો નિરાશ પણ થયા હતા. કારણ કે શાહરૂખે તેની કારકિર્દીમાં પહેલા પણ સારી ફિલ્મો કરી છે જેના માટે તેને આ સન્માન મળી જવાનું જરૂરી હતી. સ્વદેશ ફિલ્મ માટે તેને પહેલા સન્માન મળવું જોઇતું હતું.
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં શાહરૂખ ખાને ઘણી હીટ ફિલ્મો આપી છે તે છતાં તેમને એક એવી ફિલ્મ રિજેક્ટ કરવાનો પસ્તાવો છે જે બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આ ફિલ્મ બ્લોકબસ્ટર થયા પછી શાહરૂખે રમૂજી અંદાજમાં કહ્યું કે તે આ ફિલ્મને રિજેક્ટ કર્યા બાદ પોતાને ઈડિયટ માને છે.
જે ફિલ્મ વિશે અમે વાત કરી રહ્યા છે તે ફિલ્મનું નામ છે 3 ઈડિયટ. શાહરૂખ ખાનને રાજકુમારી હિરાનીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં રોલ ઓફર કરવામાં આવ્યો હતો. પણ શાહરૂખે રાજકુમારી હિરાનીની ઑફર ઠુકરાવી હતી. જણાવી દઈએ કે શાહરૂખને આમિર ખાન, આર માધવન અને શરમન જોશીની સાથે ચોથો પાત્ર ભજવવાની ઓફર મળી હતી. પણ બોલિવૂડના બાદશાહને આ ફિલ્મ રિજેક્ટ કરવાનો પસ્તાવો હવે થઈ રહ્યો છે.
કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં શાહરૂખે ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ ને લઇને કહ્યું કે તેને પસ્તાવો છે કે મેં આ ફિલ્મને રિજેક્ટ કરી હતી. શાહરૂખે કહ્યું કે તે આ ફિલ્મ કરત તો તે ‘3 ઈડિયટ્સ’માં ચોથો ઈડિયટ હોત. શાહરૂખે રમૂજી અંદાજમાં કહ્યું કે આ તકનો લાભ ન લેવા બદલ તે પોતાને મૂર્ખ અનુભવે છે.