Kotda Sangani તા.19
ભાવનગર જીલ્લાના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પોક્સો ના ગુન્હા ના આરોપી ને શાપર(વે) પોલીસ પકડી પાડી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ પોલીસ અધિક્ષક હિમકર સિંહ એ શરીર સંબધી ગુન્હાઓ અટકાવવા તેમજ શરીર સંબંધી ગુનાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક ગોડલ કે.જી.ઝાલા ના માર્ગદર્શન હેઠળ તેમજ શાપર(વે) પો.સ્ટે.ના પો.ઇન્સ આર.બી.રાણા રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્રારા ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સના આધારે ભાવનગર ઘોઘારોડ પોલીસ સ્ટેશન પોક્શો કલમ ૪,૭ મુજબ ના ગુન્હા નો આરોપી હરપાલસિંહ સરવૈયા (રહે. રાણીગામ દેપલા તા-જેશર જી.ભાવનગર )પકડી કાયદેસરની કાર્યવાહી માટે ભાવનગર ઘોઘારોડ પોલીસને સોપી આપેલ છે.કામગીરી કરનાર અધિકારીકર્મચારીઓઃ-
પો.ઇન્સ આર.બી.રાણા તથા પો.કોન્સ જગશીભાઈ ઝાલા, અલ્પેશભાઇ ડામસીયા, વિમલભાઇ વેકરીયા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળા, વિગેરે દ્વારા કરવામા આવેલ છે.