Mumbai,તા.03
ફિલ્મ ‘મહા મુંજ્યા’માં શરવરી વાઘના સ્થાને પ્રતિભા રાંટા લેવાની ચર્ચા હતી. પરંતુ ફિલ્મના દિગ્દર્શક આદિત્ય સરપોતદારે આ વાતને પાયાવિહોણી ગણાવી છે.દિગ્દર્શકે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, શરવરી જ મુજ્યાં પરિવારનો અહમ હિસ્સો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પ્રતિભા રાંટાની એન્ટ્રી હશે તો ફિલ્મની ટીમ તેની ઘોષણા કરશે. હાલમાં ફિલ્મની લીડ રોલ પર કોઇ ફેરફાર ન કરતાં શરવરી જ મુખ્ય રોલમાં છે.
હવે મુંજ્યાની સીકવલ મહામુંજ્યામાં સરવરના સ્થાને પ્રતિભા રાંટાને ગોઠવવામાં આવી હોવાની વાત અફવામાં ખપાવામાં આવી છે. ફિલ્મ મુંજ્યા બોક્સ ઓફસ પર સફળ થઇ હતી. હવે મહા મુંજ્યાની ચર્ચા થઇ રહી છે. મૂળ ફિલ્મમાં શરવરી વાઘ સાથે અભય વર્મા અને મોનાસિંહ જેવા કલાકારો હતા.

