Mumbai,તા.21
મનોરંજન જગતની ઝગમગાટ પાછળ એક કાળો ચહેરો પણ છુપાયેલો છે, જેને અવારનવાર ‘કાસ્ટિંગ કાઉચ’ તરીકે ઓળખવામાં આવે છે. ટીવી ઇન્ડસ્ટ્રીના સુપરહિટ કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં મહત્ત્વની ભૂમિકા ભજવી ચૂકેલી જાણીતી અભિનેત્રી સિમ્પલ કૌલે પોતાના કરિયરના શરૂઆતના દિવસોનો એક અત્યંત ચોંકાવનારો અને ડરામણો અનુભવ શેર કર્યો છે. સિમ્પલ કૌલે ખુલાસો કર્યો છે કે કેવી રીતે એક જાણીતા પ્રોડ્યુસરે તેને કામ આપવાના બહાને રૂમમાં એકલી બોલાવી હતી અને તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો.
સિમ્પલ કૌલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું કે, જ્યારે તે આ ગ્લેમર વર્લ્ડમાં નવી હતી અને કામની શોધમાં હતી, ત્યારે તેને એક ઓડિશન માટે બોલાવવામાં આવી હતી. ત્યાં હાજર એક પ્રભાવશાળી વ્યક્તિએ તેને લાલચ આપતા ડાયરેક્ટ રૂમની અંદર એકલી મળવા માટે કહ્યું હતું. સિમ્પલે જણાવ્યું, “ત્યાં જે પ્રકારે વાતચીત થઈ રહી હતી અને જે રીતે મને જોવામાં આવી રહી હતી, તેનાથી હું ખૂબ જ અસહજ થઈ ગઈ હતી. મને તરત જ અહેસાસ થઈ ગયો હતો કે અહીં કંઈક ખોટું થઈ રહ્યું છે અને આ વ્યક્તિના ઈરાદા સારા નથી.”
સિમ્પલના જણાવ્યા અનુસાર, તે સમયે ડરવાને બદલે તેણે હિંમતથી કામ લીધું હતું. સામેની વ્યક્તિના ખોટા ઈરાદાઓ ઓળખીને તેણે ત્યાંથી તરત જ નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. સિમ્પલે ઉમેર્યું,સિમ્પલ કૌલ ટીવી જગતનો એક જાણીતો ચહેરો છે. તેણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાય ‘શરારત’ અને ‘કુત્તે ફેલે’ જેવા લોકપ્રિય શોમાં પોતાની એક્ટિંગનો જાદુ વિખેર્યો છે. હાલના દિવસોમાં તે અભિનેત્રી હોવાની સાથે એક સફળ બિઝનેસવુમન પણ છે અને મુંબઈમાં તેની રેસ્ટોરન્ટ્સ પણ ચલાવે છે. ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચને લઈને અવારનવાર અભિનેત્રીઓ અવાજ ઉઠાવતી રહે છે, પરંતુ સિમ્પલ કૌલ જેવી સ્થાપિત અભિનેત્રીના આ તાજેતરના ખુલાસાએ સોશિયલ મીડિયા પર ફરી એકવાર સનસનાટી મચાવી દીધી છે અને ફેન્સ તેની આ હિંમતની પ્રશંસા કરી રહ્યા છે.

